સૂત્રાપાડા બંદરને ફિશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની ઉગ્ર માંગણી

22 January 2021 01:43 PM
Junagadh
  • સૂત્રાપાડા બંદરને ફિશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની ઉગ્ર માંગણી

સોમનાથ આવેલા મુખ્યમંત્રી સમક્ષ સૂત્રાપાડાના આગેવાનોની રજુઆત

પ્રભાસપાટણ તા. રર : સોમનાથ ખાતે તા. ર0/1/ર1 ના રોજ પધારેલા ત્યારે શ્રી સુત્રાપાડા બંદર ફીશરમેન એસો. નાં આગેવાનો દ્વારા સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર તરીકે વીકસાવાની કામગીરી બાબતે આગેવાનો દ્વારા બેઠક કરી અને રજુઆત કરેલ છે. અને જણાવેલ કે
સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વીકસાવવાની રજુઆત 199પ થી સતત સરકારને લેખીત અને મૌખીક અસંખ્યવાર કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી આ કામગીરીનું કોઇ નકકર પરીણામ મળેલ નથી અને માત્રને માત્ર આશ્ર્વાસનો મળેલ છે. અને તેથી બંદરના તમામ લોકોમાં જોરદાર નારાજગી જોવા મળે છે.
સુત્રાપાડા બંદર દ્વારા ભાજપ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પોતાના કામ ધંધા બંધ રાખીને 9ર થી 94% ભાજપ તરફી વનવે વોટીંગ કરેલ છે. તેની સામે માત્ર એક કામની રજુઆત કરેલ છે. તાત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ થી લઇને આજ સુધીના મુખ્યમંત્રીઓને રજુઆતો કરેલ છે. આ વીસ્તારના સાંસદો અને ધારાસભ્યોને પણ રજુઆતો બાબતે વાકેફ છે અને છેલ્લે સુત્રાપાડા પધારેલા વિજયભાઇ રૂપાણીને રજુઆત કરેલ છે. અને તેઓએ ખાત્રી આપેલ પરંતુ હજુ સુધી પરીણામ મળેલ નથી.
સુત્રાપાડાની ફીશરીઝ હાર્બર બંદરની જે જમીન જીઆઇડીસી પાસે છે. તે સંપાદીત કરવામાં આવે અને જે એનજીટી સંસ્થાનું એનઓસી લેવાનું બાકી છે. તે મેળવી સુત્રાપાડા બંદરની ટેન્ડરની કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવામાં આવે તે બાબતે ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ માનસીંહભાઇ પરમાર અને પુર્વ મંત્રી જશાભાઇને સાથે રાખી અને તા. ર0/1/ર1 ના મુખ્યમંત્રી અને અન્ય હોદેદારોને રજુઆત કરેલ.


Loading...
Advertisement