સગીરા પર દુષ્કર્મ આચરી મંગેતરને બિભત્સ ફોટો-મેસેજ મોકલ્યા, આરોપી સામે પોલીસ ફરિયાદ

22 January 2021 01:36 PM
Bhavnagar Crime
  • સગીરા પર દુષ્કર્મ આચરી મંગેતરને બિભત્સ ફોટો-મેસેજ મોકલ્યા, આરોપી સામે પોલીસ ફરિયાદ

પાલિતાણા પંથકની સગીરા સાથે બનેલ બનાવ, આરોપીને પકડી લેવા તજવીજ

ભાવનગર તા. 22 : ભાવનગર પંથકની સગીરાને ધમકી આપી ત્રણ વાર દુષ્કર્મ આચરી બાદમાં આરોપીએ સગીરાની સગાઇ થવાની હોય તે વાતની જાણ થતા તેના મંગેતરને તેણીનાં બીભત્સ ફોટા તેમજ મેસેજ મોકલતા આ અંગે પોલીસ ફરીયાદ નોંધાય છે.


આ બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વીગતો મુજબ ભાવનગર જીલ્લાના પાલીતાણા પંથકની 17 વર્ષીય સગીરા એ પાલીતાણા રુરલ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે નીતીન ડાયાભાઇ મકવાણા એ તેણીને તેના નાનાભાઇને મારી નાખવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ ત્રણ વખત દુષ્કર્મ આચરેલ.


બાદમાં તેણીની સગાઇ થવાની હોય તે વાત નીતીનને જાણ થતા તેણે તેના તથા સગીરાના ખરાબ ફોટાઓ તથા મેસેજ સગીરાના મંગેતરને મોકલી બદનામ કરી હતી. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement