બોટાદમાં અબોલ જીવોને લાપસીનું જમણ

22 January 2021 01:31 PM
Botad
  • બોટાદમાં અબોલ જીવોને લાપસીનું જમણ

બોટાદ તા. રર : જીવદયા એજ પ્રભુસેવાના આદર્શને લક્ષમાં લઇને બોટાદના અંકુરવાડી-નવકાર બીડઝના સુરેશભાઇ એ કોરોના મહામારીમાં આવેલ ધરખમ ઘટાડાને ધ્યાને લઇને તેના અનુસંધાને કોવીડ-19 ના ઓથારમાંથી રીલેક્ષ થવા માટે ઇસુના વર્ષમાં તથા મકરસંક્રાંતિ પછીના રવીવારે બોટાદ પાંજરાપોળ સંચાલીત દામુભાઇની વાડીમાં પ મણ લાપસી બનાવીને પશુઓને ખવરાવેલ. અંકુરવાડીમાં સરકારી ગાઇડ લાઇન મુજબ નીયમો પાળીને પશુ-પ્રેમનો આનંદ વ્યકત કરીને આશરે ર00 માણસોને આમંત્રણ આપીને ભોજન સમારોહનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ. આ સુંદર પ્રેરણા દાયક આયોજન કરીને પશુપ્રેમ વ્યકત કરીને રીલેક્ષ થઇને આનંદ વ્યકત કરેલ.


Loading...
Advertisement