એપીએમસીના કર્મચારીઓને માર્કેટીંગ બોર્ડમાં સમાવવા તંત્રમાં ઉગ્ર રજૂઆત : મંત્રીઓને આવેદન

22 January 2021 01:21 PM
Botad
  • એપીએમસીના કર્મચારીઓને માર્કેટીંગ બોર્ડમાં સમાવવા તંત્રમાં ઉગ્ર રજૂઆત : મંત્રીઓને આવેદન

બોટાદ તા. રર : નવા એપીએમસીના કાયદાના કારણે રાજયની રર4 જેટલી એપીએમસીના કર્મચારીઓને નોકરીની સુરક્ષા અને સલામતી બાબતે છેલ્લા નવ માસથી કર્મચારી સંઘ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી રહી છે. પરંતુ આ બાબતે આજ સુધી કોઇપણ પગલા ન લેવાતા કે કર્મચારીઓના પ્રશ્ર્ને કોઇજ નીરાકરણ ન આવતા ગુજરાત રાજય બજાર સમીતી કર્મચારી સંઘના પ્રમુખ અજીતસીંહ અટોદરીયા અને મહામંત્રી રમેશભાઇ આહીરની આગેવાનીમાં રાજયભરમાંથી અસર પામેલ પ0 જેટલા એપીએમસી કર્મચારી પ્રતીનીધીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, સહકાર મંત્રી, સહકાર સચીવ અને એપીએમસી નીયામકને રજુઆત કરવા દોડી ગયા હતા.
કેશોદ-ડીડીયાપાડા-રાજપીપળા-સંતરામપુર સહીતની રાજયની 3પ જેટલી એપીએમસીને અત્યારથી જ વહીવટ ચલાવવો મુશ્કેલ બની ગયેલ છે. જયારે બાકીની ઘણી જ એપીએમસીને આગામી માર્ચ મહીના સુધીમાં અનેક પ્રશ્ર્નો સર્જાશે.
સરકારને આ આવેદનપત્ર આપતા અગાઉ સંઘનો હોદેદાર એ પત્રકાર પરીષદ યોજી બળાપો વ્યકત કરેલ હતો. અને કર્મચારીઓની ધીરજનો અંત આવી રહયો હોય સરકાર તાત્કાલીક આ પ્રશ્ર્ને નીરાકરણ લાવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.


Loading...
Advertisement