સાયલાની મોટર રિવાઇન્ડીંગની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખતી પોલીસ

22 January 2021 01:11 PM
Surendaranagar Crime
  • સાયલાની મોટર રિવાઇન્ડીંગની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખતી પોલીસ

ત્રણ શખ્સોને ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 22
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં દિન-પ્રતિદિન રહેણાંક મકાનો સહિત દુકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે અને તસ્કરોના ત્રાસથી લોકો સહિત વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને છેલ્લા એક-બે મહિનામાં તસ્કરો દ્વારા સાયલા તાલુકાના અનેક મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવી મુદ્દામાલની ચોરીના બનાવો બની ચુક્યાં છે.ત્યારે સાયલા તાલુકાના આયા બોર્ડ સામે આવેલ એક હોટલના પાછળના ભાગે મોટર રીવાઈન્ડીંગની દુકાનમાં અંદાજે પાંચ મહિના પહેલા તસ્કરો દ્વારા થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો અને ચોરીને અંજામ આપનાર ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલાના બહારપરા વિસ્તારમાં રહેતાં ફરિયાદી અશોકભાઈ ધનજીભાઈ સોનાગરા (ઉ.વ.37)વાળાની માલીકીની આયા બોર્ડ સામે હોટલના ગ્રાઉન્ડ પાછળ આવેલ પ્રિયાંશી મોટર રીવાઈન્ડીંગની દુકાનના તસ્કરો દ્વારા અંદાજે પાંચ મહિના પહેલા તાળા તોડી દુકાનમાં રાખેલ કોપરવાયરના બંડલ નંગ-9 તથા અડધા બંડલ નંગ-4 કુલ વજન અંદાજે 154 કિલો કિંમત રૂા.92,400 તથા ગ્રાઈન્ડર, ડ્રીલ તેમજ કોપરવાયરનો ભંગાર સહિત લાખોના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયાં હતાં. જે અંગે ભોગ બનનાર દુકાન માલીક અશોકભાઈએ સાયલા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી સાયલા પીએસઆઈ સહિતના સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ હાથધર્યું હતું. જેમાં ચાર શખ્સો રવિ ઉર્ફે રવિડો રમેશભાઈ ચૌહાણ રહે.ઢેઢુકી, સાગર ઉર્ફે સંજય ટપુભાઈ કણજરીયા રહે.સામતપર, બટુક મેરાભાઈ ઉઘરેજીયા રહે.ખાખરાળી અને સુરેશ કુકાભાઈ જરવરીયા રહે.સોરી ભંડાવાળાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Related News

Loading...
Advertisement