વિછીયાના થોરીયાળીમાં ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી પર મામાનું દૂષ્કર્મ

22 January 2021 12:59 PM
Rajkot Crime
  • વિછીયાના થોરીયાળીમાં ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી પર મામાનું દૂષ્કર્મ

કૌટુંબિક મામાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર દૂષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ : આરોપીની ધરપકડ કરવા કવાયત

રાજકોટ તા. 22 : વિછીંયાના થોરીયાળી ગામે દેવીપુજક યુવતીને પ્રેમજાળમાં ફસાવી કૌટુંબીક મામાએ અવારનવાર દુષ્કર્મ આચરતા વીછીંયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે. અંગે વીછીંયા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી છે.બનાવની પ્રાપ્ત વીગતો અનુસાર થોરાળી ગામે રહેતી એક યુવતીએ તેના કૌટુંબીક મામા મનોજ ઉર્ફે રોશન ઉર્ફે વાડીયો નાગરભાઇ ગોરસવા (રહે. થોરીયાળી) સામે વીછીંયા પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ નોંધાવી હતી. યુવતીએ ફરીયાદમાં જણાવ્યુ કે આરોપી મનોજ ઉર્ફે વાડીયો મારા માતાનો પિતરાઇ ભાઇ થાય છે. એટલે કે મારો કૌટુંબીક મામો થાય છે.
તેમ છતા આરોપી મનોજ પરાણે પ્રેમસબંધ રાખવા દબાણ કરી અને લગ્નની લાલચ આપતો હતો તેમજ છેલ્લા ઘણા સમયથી બળજબરી કરી મારા નાનાભાઇને મારી નાખવાની ધમકી આપી શરીર સબંધ બાંધતો હતો. જેથી કંટાળીને પરીવારજનોને વાત કરતા હકીકત જણાવ્યા બાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે વીછીંયા પોલીસે મનોજ સામે કલમ 376, 506 (2) હેઠળ ગુન્હો નોંધ્યો હતો. અને વીછીંયા પોલીસ મથકના ફોજદાર ટી.એસ. રીઝવી અને રાજાભાઇએ તપાસનો ધમધમાટ કરી આરોપી મનોજને દબોચી લેવા કવાયત આદરી છે. આરોપી મનોજ પરીણીત છે કે કેમ ? એ અંગે પણ તપાસ ચાલુ હોવાનું પોલીસ સ્ટાફે જણાવ્યુ હતુ.


Related News

Loading...
Advertisement