વિક્રમભાઇ કનુભાઇ ભંડારી રાજપુત(ઉં.વ.45)ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.અંકેવાળીયા તા.લીંબડીએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.18/01/2021 13/30 વાગ્યાના અરસામાં અંકેવાળીયા ગામે બસ સ્ટેન્ડ સામે આરોપી ભીખાભાઇ રણછોડભાઇ મસીયાવા, અશોકભાઇ ભીખાભાઇ મસીયાવા, કનકભાઇ ભીખાભાઇ મસીયાવા રહે.ત્રણેય અંકેવાળીયા તા.લીંબડી ફરીયાદી આરોપી નં.01 ના નાના ભાઇ ગટોરભાઇનો મિત્ર હોય અને આરોપીને બંને ભાઇઓ વચ્ચે ઘણા સમય થી ઝઘડો તકરાર ચાલુ હોય અને આરોપીના ભાઇ ગટોરભાઇને આ કામેના ફરીયાદી ચડાવ્યા કરે છે તેવો ખોટો શક વ્હેમ રાખી આરોપી નં.01,02,03 નાઓ ટ્રેકટર લઇ ઘરે આવતા હોય અને ફરીયાદી રસ્તામાં સામે મળતા તેની માથે ટ્રેકટર નાખી ફરીયાદીને પાડી દઇ તેમજ ધારીયુ, છોરીયુ અને લાકડી સાથે ત્રણેય આરોપીઓ ટ્રેકટર પરથી નીચે ઉતરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપી નં.-1 નાએ ફરીયાદીને ધારીયાનો એક ઘા માથામાં કરી આરોપી નં.02 નાએ છોરીયાનો એક ઘા જમણા હાથ ઉપર કરી અને આરોપી નં.03 નાએ લાકડી વડે ફરીયાદીને શરીરે આડેધડ ઘા કરી માર મારી ફરીયાદીને માથામાં ગંભીર ઇજા કરી તથા જમણા હાથે ફેકચર કરી અને શરીરે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજી.સુરેન્દ્રનગરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. એન.જી.સાપરા લીંબડી પો.સ્ટેશન કરે છે.