મુળીનાં નવાણિયા ગામે વાડીમાંથી રૂા.6.15 લાખનો દારૂ ઝડપી લેવાયા

22 January 2021 12:59 PM
Surendaranagar Crime
  • મુળીનાં નવાણિયા ગામે વાડીમાંથી રૂા.6.15 લાખનો દારૂ ઝડપી લેવાયા

વાડીના રૂમમાં સંતાડેલી ર0પ3 બોટલ કબ્જે કરતી પોલીસ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 22
વાડીમાં દારૂનો જથ્થો પડેલો હોય તેની પાકી માહિતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા નવાણીયા ગામની સીમમાંથી 6.15 લાખનો દારૂ ઝડપી લીધો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચ પોતાના એક્શન મોડમાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા ની સૂચનાથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્તપણે દારૂબંધીનું પાલન કરાવવાની સૂચના સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસને આપવામાં આવી હતી જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ પોતાના એક્શનમાં આવી અને સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની અને વાડીની વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.


સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફને અને લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.એમ ઢોલ ને મળેલી બાકી બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નવાણીયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ મૂળીના નવાણિયા ગામની સીમમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે પાકી બાતમીના આધારે સીમ મા ખેતર માં વિદેશી દારૂ હોવાનું લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું હતું.


જેને લઇને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નવાણીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેને વાડી માં રહેલા રૂમમાંથી 2053 વિદેશી બોટલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કબજો મેળવવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા 6.15 લાખનો દ્વારો નવાણીયા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.


સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.એમ ઢોલ નિર્મળસિંહ મંગળ સિંહ પરમાર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ ઝડપી લઇ અને મૂળી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો ત્યારે હાલમાં મૂડી પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપી ઝડપી લેવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement