જેપરના GRD જવાને મહિલાના ફોટા પાડી 11 મહિના દુષ્કર્મ કર્યું!

22 January 2021 12:57 PM
Surendaranagar Crime
  • જેપરના GRD જવાને મહિલાના ફોટા પાડી 11 મહિના દુષ્કર્મ કર્યું!

સ્નાન કરતી મહિલાના બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી : મહિલાએ ઝેરી દવા પી લેતાં ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 22
અમદાવાદમાં રહેતી મહિલા બે વર્ષ પહેલા લીંબડી લગ્ન પ્રસંગે આવી હતી. જેમાં ચૂડા તાલુકાના જેપરમાં રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા કૌટુંબીક યુવાનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ મહિલાના ઘરે ગયેલા યુવાને ફોટા પાડી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની વિગતો મહિલાએ ઝેરી દવા પી લેતા બહાર આવી હતી. હાલ જીઆરડી જવાનની ધરપકડ કરાઇ છે.અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહેતી મહિલા 2 વર્ષ પહેલાં નાની બહેનના દિયરના લગ્ન પ્રસંગે લીંબડી આવ્યા હતા. જયાં તે ચુડા તાલુકાના જેપર ગામે રહેતા કૌટુંબિક ફઈના દિકરા યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડના સંપર્કમાં આવી હતી.


બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. મહિલા અને અપરણિત યુવક વચ્ચે અવારનવાર ફોન ઉપર વાત થવા લાગી હતી. મહિલાના પુત્રનો જન્મદિવસમાં યોગેશ ઉર્ફે લાલો રાઠોડ અમદાવાદ ગયો હતો. મહિલા ઘરે સ્નાન કરવા ગઈ ત્યારે યોગેશે બાથરૂમમાં નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ફોટા-વીડિયો દેખાડી મહિલાને બ્લેકમેલ કરી 11 મહિના સુધી દુષ્કર્મ કર્યું.યોગેશની વારંવાર ધમકી અને જબરજસ્તીથી કંટાળીને મહિલાએ ઝેરી દવા અને ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. મહિલાની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં મહિલાએ એલિસબ્રિજ પોલીસ સમક્ષ બળાત્કારી યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસે ચુડા પોલીસના રઘુભાઈ રબારીની મદદથી આરોપીની જેપરમાંથી ધરપકડ કરી હતી.


Related News

Loading...
Advertisement