મુન્દ્રામાં બોગસ તબીબ 17144ની કિંમતની દવા-ઇન્જેકશન સાથે ઝડપાયો

22 January 2021 12:54 PM
kutch Crime
  • મુન્દ્રામાં બોગસ તબીબ 17144ની કિંમતની દવા-ઇન્જેકશન સાથે ઝડપાયો

ભૂજ તા.22
કોરોના વાઇરસના સંક્રમણનો ભય ફેલાવી કમાણી કરવા લેભાગુ તત્વો સક્રિય થયા છે ત્યારે કચ્છના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બંદરીય મુન્દ્રાથી 17,144ની દવાઓ સાથે એક બોગસ તબીબને દબોચી લેતાં ચકચાર પ્રસરી છે.


આ અંગે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એસઓજીની ટુકડીએ મુન્દ્રામાં પેટ્રોલિંગ વેળાએ ખાનગી રૂએ મળેલી બાતમીના આધારે ધ્રબ સ્થિત વિલમાર કંપની સામે પ્રેક્ટિસ કરતા નકલી તબીબ સૂર્યપ્રકાશ જયસિંગ (ઉ.વ.26 રહે હાલ નાના કપાયા મુન્દ્રા-મૂળ હરિયાણા)ને 17,144રૂ કિંમતની એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનો સાથે દબોચી લીધો હતો.
ત્યાર બાદ આરોપી સૂર્યપ્રકાશ વિરુદ્ધ ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી કૈલાશપતિ પાસવાને ફરિયાદ નોંધાવી તેને મુન્દ્રા પોલીસ મથકે સુપ્રત કર્યો હતો.


Related News

Loading...
Advertisement