નવી દિલ્હી તા. 22 : કોરોના વાઇરસથી બચવા લોકો હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે પણ આ સેનીટાઇઝર બાળકોની આંખને નુકસાન કરતા હોવાના બનાવો બહાર આવ્યા છે. એક ફ્રેન્ચ સ્ટડી અનુસાર વર્ષ 2019 ની તુલનમાં વર્ષ 2020માં હેન્ડ સેનીટાઇઝરના કારણે બાળકોની આંખ ખરાબ થવાના કીસ્સામાં સાત ગણો વધારો થયો છે. અભ્યાસમાં જાણવા મળતી વીગત મુજબ બાળકોની આંખમાં ભુલથી સેનીટાઇઝર ચાલ્યા જવાથી તેમની આંખોને પ્રતીકુળ અસર પડી છે. ઓગસ્ટ 2020માં જેટલા પણ આંખોમાં કેમીકલના કારણે થયેલી ફરીયાદમાં 15 ટકા હેન્ડ સેનીટાઇઝરથી સંબંધીત હતા. વર્ષ 2020માં જાહેર સ્થળો પર બાળકોના આંખોમાં ભુલથી હેન્ડ સેનેટાઇઝર છંટાવવાના 63 કેસ નોંધાયા હતા. જયારે આગલા વર્ષે 2019માં એક પણ આવો કેસ નોંધાયો નહોતો.