નાના ખેડૂતોને ‘કટકો’ જમીન મળતી નથી ને માલદાર મિત્રોને માલામાલ કરવા સરકારનું ષડયંત્ર

22 January 2021 12:40 PM
Gujarat
  • નાના ખેડૂતોને ‘કટકો’ જમીન મળતી નથી ને માલદાર મિત્રોને માલામાલ કરવા સરકારનું ષડયંત્ર

બાગાયત મિશન ઉદ્યોગપતિઓને જંગી જમીન ચરણે ધરવાનું કાવતરૂ : પરેશ ધાનાણીનો આરોપ

ગાંધીનગર તા.21
મુખ્યનમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્યેમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ વિપક્ષી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે. કોંગ્રેસના નેતા પરેશ ધાણાની એ મુખ્યમંત્રી પર આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં 54 લાખ કરતાં વધારે ખેડૂતો અને 68 લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજ્યરમાં આજે ખેત ઉત્પાોદન મોંઘું થતું જાય છે, પોષણક્ષમ ભાવનો અભાવ છે, વીજળી-સિંચાઈના મોંઘા દર, મોંઘા ખાતર-બિયારણ-ઓજારના કારણે ગુજરાતનો ખેડૂત અને ખેતમજદૂર હવે પાયમાલ થઈ ગયો છે. એટલું જ નહીં ખેડૂતોને બે ગુંઠા જમીન જોઈતી હોય તો સરકાર નનૈયો ભણે છે.આજે ખેતમજદૂરોને સાંથણીની જમીન આપવાની વ્યણવસ્થાન જે વર્ષોથી ચાલતી હતી તેને સદંતર બંધ કરી દેવામાં આવી છે. નાના માણસને છાપરું બનાવવા માટે 100 ચો.વારનો મફત પ્લોતટ જોઈતો હોય તો ભાજપ સરકાર નનૈયો ભણે છે, તો બીજીબાજુ મુખ્યામંત્રી બાગાયત વિકાસ મિશનના નામે મુખ્યોમંત્રીના મિત્રોને માલામાલ કરવાની યોજનાનો ગુજરાતમાં આરંભ થયો હોવાનો સીધો આક્રોશ સાથે આક્ષેપ કર્યો છે.


રાજ્યત સરકારના આવા નિર્ણયની આકરી ટીકા કરતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યામાં સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિત 1,000 કરોડ ચો.મી. કરતાં વધુ જમીનો ભૂતકાળમાં પોતાના મિત્રોને રૂ. 1ના ટોકનદરે ધરી દીધી છે. હવે જમીન વેચવાની બાકી નથી રહી. ખેડૂતોને ખેતરમાં પાણી નથી મળતું ત્યા રે ઉદ્યોગોમાં સરકાર જોઈએ તેટલું પાણી ઉપલબ્ધં કરાવે છે.ત્યારે આજે પણ ખેડૂતોને ખેતરમાં વીજળી મળતી નથી ત્યાારે ઉદ્યોગપતિઓના કારખાના 24 કલાક ધમધમે એવી વ્યકવસ્થાડ ભાજપ સરકાર કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે નાના ખેડૂતોને પરસેવો પાડવો છે. પરંતુ તેની પાસે જમીન પર્યાપ્તક નથી. ખેતમજદૂરને પરસેવો પાડવો છે તો તેની પાસે જમીન ખેડવાના અધિકાર નથી. હવે ભાજપ સરકાર ગુજરાતની રાજકીય સંપત્તિ, ગુજરાતની પ્રજાની સંપત્તિ સમાન 50,000 હેક્ટેર જેટલી સરકારી ખરાબા અને પડતરની જમીનો માત્ર રૂા. 500 પ્રતિ એકરના ભાવે 30 વર્ષના લાંબા ભાડાપટ્ટે લીઝ ઉપર આપવાનું ષડયંત્ર કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.


Related News

Loading...
Advertisement