ગુજરાત પોલીસનો ‘હોર્ષ પાવર’ વધશે: વધુ 130 અશ્વોની ખરીદીનો એજન્ડા

22 January 2021 12:35 PM
Gujarat
  • ગુજરાત પોલીસનો ‘હોર્ષ પાવર’ વધશે: વધુ 130 અશ્વોની ખરીદીનો એજન્ડા

રાજયમાં પેટ્રોલીંગ માટે માઉન્ટેડ પોલીસની મહત્વની ભૂમિકા: ઘોડેશ્વારીને પણ ઉતેજન મળશે

રાજકોટ: ગુજરાત પોલીસ દળો સુરક્ષા પેટ્રોલીંગ માટે હવે ફરી ‘હોર્ષ પાવર’ પર આધાર રાખશે. એક તરફ પોલીસ દળ માટે રાજય સરકાર વધુ આધુનિક વાહનો સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવી રહી છે. તે વચ્ચે વધુ નવા 130 અશ્વ ખરીદવા માટેની તૈયારી છે.


દેશમાં હાલ કોઈપણ રાજય સરકાર ગુજરાત પોલીસ દળ પાસે વધુ સ્ટાર અશ્વદળ મૌજૂદ છે જેને માઉન્ટેડ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજયના અશ્વદળને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં રાત્રી સહીતના પેટ્રોલીંગ તથા શહેરની આસપાસના ક્ષેત્રોમાં ગશ્ત માટે ઉપયોગમાં લેવાય છે. હાલમાંજ રાજય સરકારે મારવાડી અને કાઠીયાવાડી જાતિના 56 નવા અશ્વ ઘોડા ઉછેરતા બ્રીડર અને અશ્વમેળામાંથી ખરીદ્યા છે અને ચરબી ઘોડાને પણ અશ્વદળમાં સમાવાયા છે. હાલ માઉન્ટેડ પોલીસમાં 220 પોલીસ જવાનો કામ કરે છે પણ અશ્વની સંખ્યા વધતા ઘોડેશ્વારી અને ઘોડા અંગેના જાણકારની પોલીસ દળમાં ભરતી થશે. રાજય પોલીસે રાજકોટ અને અમદાવાદમાં ઘોડેસવારી  શિખવા માટેના કેમ્પ પણ યોજાય છે. જેનાથી સામાન્ય લોકોમાં પણ ઘોડેશ્વારી શોખ જાગી શકે છે. હવે વીવીઆઈપી સલામતી ઉપરાંત નાના સાંકડા ક્ષેત્રમાં આ  અશ્વદળ સુરક્ષા માટે મહત્વનું પુરવાર થઈ શકે છે. કેનાલો તથા ખેતરોમાં પણ સુરક્ષા માટે અશ્વનો ઉપયોગ થાય છે.


Related News

Loading...
Advertisement