વિશ્વમાં 6.64 લાખ નવા કેસ, 16578 મોત

22 January 2021 12:05 PM
World
  • વિશ્વમાં 6.64 લાખ નવા કેસ, 16578 મોત

ફ્રાંસમાં કોરોનાએ ઉથલો માર્યો: ફરી દેશવ્યાપી કરફયુ લાદી દેવાયો

નવી દિલ્હી તા.22
દુનિયાના અનેક દેશોમાં રસીકરણ વચ્ચે હજુ કોરોનાનો કહેર કાબૂમાં આવતો નથી ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વિશ્ર્વમાં કોરોનાના નવા 6.64 લાખ કેસો નોંધાયા હતા અને 16578 લોકોના મોત નિપજયા હતા. ફ્રાંસમાં કહેર વધતા સરકાર દ્વારા ફરી વખત દેશવ્યાપી કરફયુ લાગુ પાડયો છે.કોરોનાકાળથી અત્યાર સુધી સક્રમીતોનો આંકડો 9.80 કરોડે પહોંચી ગયો છે જયારે મૃત્યુઆંક 21 લાખને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા 6.64 લાખ કેસો નોંધાયા છે.


અમેરિકા તથા યુરોપીયન દેશોમાં કોરોનાના કહેરમાંથી કોઈ રાહત નથી ત્યારે ફ્રાંસ દ્વારાસંક્રમણ વધતા દેશવ્યાપી કરફયુ લગાવી દેવામાં આવ્યો છે. ફ્રાંસમાં ગઈકાલે 26784 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ આજે 22848 નવા કેસ થયા છે. છેલ્લા બે મહિનાના સૌથી વધુ કેસો નોંધાતા પ્રાયોગીક ધોરણે દેશવ્યાપી કરફયુ લગાવાયો છે. સંક્રમણમાં રાહત મળ્યા બાદ તે ઉઠાવવામાં આવશે. બીનયુરોપીયન રાષ્ટ્રોમાંથી નાગરિકો માટે પ્રવેશ પુર્વે નેગેટીવ રીપોર્ટ ફરજીયાત કરાયો છે. ઉપરાંત સાત દિવસનું કવોરન્ટાઈન અનિવાર્ય બનાવવામાં આવ્યું છે.બીજી તરફ અમેરિકામાં ફરી સંક્રમણ વધ્યુ હોય તેમ ચોવીસ કલાકમાં નવા 1.93 લાખ કેસ નોંધાયા છે અને 4363 લોકો ભોગ બન્યા હતા. બ્રાઝીલમાં 59946 તથા બ્રિટનમાં 37892 નવા કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement