નવી દિલ્હી: દેશમાં બાબુશાહી તથા નિર્ણયો લેવામાં ઢીલાશની પ્રક્રિયા પર દિલ્હી હાઈકોર્ટે તિવ્ર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે જો આમ જ ચાલશે તો એ દિવસો પણ દૂર નથી કે લોકો નેતાઓ અને તેની આસપાસના લોકોને ફટકારતા ખચકાશે નહી. દિલ્હીના ત્રણ નગર નિગમોના કર્મચારીઓના પગાર તથા પેન્શનના ચૂકવણા નહી થવાના કેસમાં હાઈકોર્ટે આ ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે ત્રણ નગર નિગમ એ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સેન્ડવીચ જેવી સ્થિતિમાં ફસાઈ ગઈ છે.
કારણ કે બન્ને સ્થળે પરસ્પરનો વિરોધ કરતા પક્ષો છે અને તેની કુતરા-બિલાડાની જેમ લડે છે અને અમો આ પ્રકારની સ્થિતિની શરમ અનુભવીએ છીએ. ન્યાયમૂર્તિ વિપીન સાંધીની ખંડપીઠે બે સપ્તાહની અંદર નગરનિગમના કર્મચારીઓના પગાર ભથ્થા, પેન્શનની રકમ છે તે ચૂકવવા લેણા વસુલે અથવા તે રકમ અન્ય કામોમાં વાપરી નાંખીને તેનું બજેટ આ પેમેન્ટમાં કરવામાં આવે. ખંડપીઠે કહ્યું કે ફંડની અછત પગાર ભથ્થાની અટકેલી ચૂકવણીનું કારણ કેન્દ્ર અને રાજયમાં અલગ-અલગ પક્ષોની સરકાર છે. રાજકીય પક્ષોએ તેમના રાજકારણથી ઉંચા ઉઠીને આગળ આવવાની જરૂર છે. જો આવી રીતે ચાલશે તો લોકો નેતાઓને ફટકારે તે દિવસો દૂર નથી.
બન્ને તરફથી પુરી રીતે લાપરવાહીનો વ્યવહાર કરી શકે છે અને ગરીબ કર્મચારીઓના પગાર કે પેન્શનની ચિંતા નથી. અદાલતે નગર નિગમને 2020ના એપ્રીલની જે ખર્ચ થયો છે તેની માહિતી આપવા જણાવ્યું છે અને કયાંથી કેટલા નાણા મળે છે તે પણ માહિતી મળી. હવે જે રકમ હોય કે નવી આવે તે ફકત કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શનમાં જ ચૂકવવા માટે આદેશ આપ્યો છે.