નવી દિલ્હી, તા. 22
માણસની જેમ મ્યુઝીકની ધુન પર નૃત્ય કરતો ડાન્સીંગ રોબોટ આજકાલ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે આ રોબોટને નૃત્યુ શીખવનાર કોઇ નૃત્યુગુરૂ (કોરીયોગ્રાફર) નહી પણ એન્જીનીયરો છે જેમને રોબોટને નૃત્યુ શીખવવામાં દોઢ વર્ષ જેવો સમય લાગે છે, જેનો ત્રણ મિનિટનો ડાન્સીંગ કરતાં વિડીયો તૈયાર થયો છે. આ રોબોટ 196રના પ્રસિદ્ધ ગીત ‘ડુ યુ લવ મી?’ પર નાચતો જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર આ ડાન્સીંગ રોબોટનો વિડીયો અત્યાર સુધીમાં 2.3 કરોડ લોકોએ જોઇ નાખ્યો છે.
રોબોટ નિર્માતા બોસ્ટન ડાયનેમિકસના હ્યુમનાઇડ એટલસના રોબોટ માત્ર નાચતા જ નથી બલકે બટેટ મસળવાની કામગીરી કરતા અને ગોદામમાંથી સામાન ઉઠાવી તેને ટ્રકમાં નાખતા પણ જોઇ શકાય છે.
ડાન્સીંગ રોબોટ માટે એન્જીનીયરોએ 28 એકટુએટર્સ ડિવાઇસનો ઉપયોગ કર્યો છે જે માંસપેશીની જેમ કામ કરે છે. આ ડિવાઇસ ઇલેકટ્રોનિક સિગ્નલને ગતિ આપે છે અને ઝાયરોસ્કોપથી તેમાં સંતુલન જળવાઇ રહે છે. આ સાથે જ ત્રણ કવાડકોટ ઓનબોર્ડ કોમ્પ્યુટરની મદદથી સિગ્નલ દ્વારા ડાન્સ દરમિયાન તેના મુવમેન્ટ પર અંકુશ રાખવામાં આવે છે. રોબોટને ડાન્સ કરતો જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.