સૌરાષ્ટ્રભરમાં કોરોના કહેર શાંત : 108 દર્દીઓ સામે 124 ડિસ્ચાર્જ

22 January 2021 11:44 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રભરમાં કોરોના કહેર શાંત : 108 દર્દીઓ સામે 124 ડિસ્ચાર્જ

રાજકોટ-જુનાગઢ સિવાયના જિલ્લાઓમાં સીંગલ આંક : બોટાદ જિલ્લામાં એક પણ કેસ નહીં : પોરબંદર-સુરેન્દ્રનગર 1-1 કેસ : 3 દર્દીના મોત સાથે મૃત્યુઆંકમાં ઘટાડો : તંત્રને રાહત

રાજકોટ, તા. 22
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વેકસીનના રસીકરણ સાથે કોરોના પોઝીટીવ કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. પોઝીટીવ દર્દીઓના કેસની સરખામણીએ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજકોટ-જૂનાગઢ સિવાય અન્ય તમામ જિલ્લાઓમાં સીંગલ આંકમાં કેસ નોંધાયા છે. બોટાદ જિલ્લામાં એક પણ કેસ નોંધાયા નથી છેલ્લા ર4 કલાક દરમિયાન 108 પોઝીટીવ કેસ સામે 124 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં 43 શહેર 16 ગ્રામ્ય કુલ પ9, જુનાગઢ 7 શહેર 3 ગ્રામ્ય કુલ 10, ભાવનગર 7, જામનગર 7, મોરબી 8, અમરેલી 6, ગીર સોમનાથ 6, દ્વારકા 3, પોરબંદર-સુરેન્દ્રનગર 1-1 સહિત 108 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ 65, ભાવનગર 8, જૂનાગઢ 11, જામનગર 17, મોરબી 9, અમરેલી 4, ગીર સોમનાથ 5, સુરેન્દ્રનગર પ સહિત 124 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ 1 અને જામનગર 2 દર્દીના મોત થયા છે. કચ્છમાં વધુ 10 નવા કેસ સામે 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં 471 નવા પોઝીટીવ કેસ સામે 727 દર્દીૈઓ સ્વસ્થ થતા રાજયનો પોઝીટીવ રેઇટ 96.17 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા ર4 કલાક દરમિયાન શહેર 43 અને ગ્રામ્ય 16 મળી કુલ પ9 દર્દીઓ સાથે શહેરનો કુલ આંક 14863 અને જિલ્લાનો કુલ આંક ર1પ39 નોંધાયો છે. 385 શહેર અને 172 ગ્રામ્ય સહિત 7 દર્દીઓ સારવાર હેઠળ છે 1 દર્દીનું સારવારમાં મોત થયું છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની સરખામણીએ રાજકોટ જિલ્લામાં હજુ પ0ને પાર પોઝીટીવ કેસ નોંધાયા છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,018 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 7 પુરૂષ મળી કુલ 7 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 6 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 6,018 કેસ પૈકી હાલ 31 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,911 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે એકમાત્ર દ્વારકા તાલુકામાં જ બે કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે અન્ય ત્રણ તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આ વચ્ચે ગઈકાલે છ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 24 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. આ વચ્ચે કોરોના મૃત્યુઆંક એક વધીને 81 થયો છે.


જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં વધુ 10 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેર 7 અને ગ્રામ્યના 3 કેસ સામે 11 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


જામનગર
જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. છેલ્લા ર4 કલાકમાં માત્ર 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 4 શહેર 3 ગ્રામ્ય કેસ સામે 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે બે દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement