બેંગ્લોર: કર્ણાટકના શિવગોનામાં ડાયનામાઈટના એક શક્તિશાળી વિસ્ફોટમાં 8 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક ઘાયલ થયા છે. બેંગ્લોરથી 350 કી.મી. દૂર રેલ્વેની એક કશર સાઈટ પર રાખવામાં આવેલા ડાયનામાઈટના એક જથ્થાએ ઓચિંતો વિસ્ફોટ થયો હતો. શિવગોનામાં હંસુર ગામ પાસે આ દુર્ઘટના બની હતી. જેમાં આસપાસના ઘરોમાં બારીના કાચ પણ તૂટયા હતા. રાત્રીના 10.20 કલાકે આ ધડાકો થયો હતો સાઈટ નજીકના મજુર આવાસના 15 લોકો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ એક ટ્રકમાં ડાયનામાઈનો જથ્થો આવ્યો હતો અને તેમાં આ વિસ્ફોટ થયા જેના કારણે પ્રચંડ અવાજ અને ભૂકંપ જેવી તિવ્ર ધ્રુજારી થઈ હતી. આ વિસ્ફોટકો જીલેટીનના હતા. જે રેલવે માર્ગ બનાવવા માટે નાના ખડક વિ. તોડવા માટે ઉપયોગમાં લેવાય છે.