ચીન સાથેની અંકુશ રેખા પર વધુ સૈનિકો તૈનાત કરશે ભારત

22 January 2021 11:31 AM
World
  • ચીન સાથેની અંકુશ રેખા પર વધુ સૈનિકો તૈનાત કરશે ભારત

ઉતરપુર્વના રાજયોમાં આંતરિક સુરક્ષા સ્થિતિ સુધરતા હવે દળો હટાવવાનું શરૂ

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં ચીની સેનાએ વસાવેલા ગામો અને સમાંતર લશ્કરી તૈયારીઓ વચ્ચે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ) પર સતર્કતા વધારવા ઉતરપુર્વના અનેક રાજયોમાં જે આંતરિક રીતે અલગતાવાદ અને ત્રાસવાદનો મુકાબલો કરવા સૈન્ય ગોઠવાયું હતું. ત્યાં આંતરિક પરિસ્થિતિ સુધરતા હવે તેઓને એલ.એ.સી. પર તૈનાત કરવાની તૈયારી ભારતે કરી છે. છેલ્લા કેટલાક સમયથી લદાખથી અરુણાચલ સુધીની ભારત સાથેની સિમા પર ચીન તેની પ્રવૃતિ વધારી રહ્યું છે જયાં બન્ને દેશો વચ્ચે માન્ય સરહદ ઉપરાંત એલએસી સહિતના વિવાદાસ્પદ સ્થળો છે. ઉપરાંત પાકિસ્તાને તેના કબજાના કાશ્મીરના કેટલાક ભાગો પણ ચીનને હવાલે કરીને ભારત પર દબાણ વધારી દીધું છે.


આ સ્થિતિમાં ભારતે હવે સમગ્ર એલએસીને મજબૂત સુરક્ષા હરોળ આપવા નિર્ણય લીધો છે જયાં પહોંચવા માટેના લશ્કરી માર્ગો છે. પુરવઠા હરોળ સ્થાપિત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઉતરપુર્વના રાજયો આસામ, નાગાલેન્ડ, મણીપુરમાં જે આંતરિક બળવાની સ્થિતિ હતી તેમાં ઘટાડો થયો છે. લાંબા સમયથી સરકાર અહી અલગતાવાદી તત્વોને ડામવા અને મુખ્ય ધારામાં લાવવા જે પ્રયાસો કરતી હતી તે સફળ બની રહ્યા છે તેવા સંકેત છે જેથી અહી દળો હટાવી શકાય છે તેવું સંસદીય સમીતી પણ સૂચન આપી ચૂકી છે. સરકાર પણ હવે સૈન્યને બહારના ખતરા સામે જ વધુ ધ્યાન આપે અને આંતરિક કાયદો વ્યવસ્થાની સ્થિતિ પોલીસ અને અન્ય સુરક્ષા દળો સંભાળે તે જોવા માંગે છે. પાક સાથે લાઈન ઓફ કંટ્રોલ અને ચીન સાથે એકચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલનો વિવાદ છે.


Related News

Loading...
Advertisement