રાજકોટ, અમદાવાદ, સુરત ઝુ માં ચીકન પીરસવાનું બંધ

22 January 2021 11:24 AM
Gujarat
  • રાજકોટ, અમદાવાદ, સુરત ઝુ માં ચીકન પીરસવાનું બંધ

બર્ડફલુની દહેશતથી જંગલી પ્રાણીઓના મેનુમાં ફેરફાર

અમદાવાદ તા. 22
ગુજરાત બર્ડ ફલુ એલર્ટની સ્થિતીમાં છે. ત્યારે રાજયના જુદા જુદા ઝુ માંથી ચીકન, ઇંડા જેવું ભોજન પ્રાણીઓના મેનુમાંથી હાલ પુરતુ દુર થયુ છે. જુનાગઢના સકકરબાગ ઝુમાં પ્રાણીઓને ચીકન પીરસવાનું બંધ કરાયુ છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ ઝુ તંત્રએ પણ બહારનું ચીકન બંધ કરી પોતે સ્ટોકમાં રાખેલ ફુડ પીરસવાનું શરુ કરેલ છે. સકકરબાગ ઝુ ના ડીરેકટર અભીષેક કુમારે કહયુ હતુ કે મરઘાનું માસ ખુબ આવશ્યકતા જેટલું જ મંગાવવામાં આવી રહયુ છે. તેના બદલે અન્ય પ્રાણીઓનું માંસ પીરસવામાં આવી રહયુ છે.

જરુર પડે ત્યારે બોઇલ કરીને મરઘાનું માંસ અપાય છે. માંસના સપ્લાયરને પણ તકેદારીની સુચના અપાઇ છે. નવુ માંસ આરોગતા પ્રાણીઓ ઉ5ર પણ નજર રખાઇ રહી છે. ચીકન માત્ર બાળ અને યુવા સિંહને અપાય છે. કારણ કે તે સાથે તેઓ જરુરી દવા લે છે.મલા નહેરુ ઝુ ના ડીરેકટર ડો. આર.કે. શાહુએ જણાવ્યુ હતુ કે બર્ડ ફલુની વાત આવતા સાથે જ અમો એલર્ટ થઇ ગયા હતા. ઝું માં સર્પોને ચીકન અગાઉના સ્ટોકમાંથી અપાય છે. માત્ર પાંચ કીલો માલ જ મંગાવાય છે.સુરત ઝુ ના સુપ્રિ. રાજેશ પટેલે કહયું કે ચીકનના બદલે પ્રાણીઓને અન્ય માંસ અપાય છે. ઇંડા પણ આપવાનું બંધ કરાયુ છે. રાજકોટ ઝુ સુપ્રિ. ડો.આર.કે. હીરપરાએ જણાવ્યુ કે અમોએ ચીકનનો ઉપયોગ બંધ કર્યો છે. સર્પો માટે ચીકસ નો ઉપયોગ કરાય છે.


Related News

Loading...
Advertisement