નવી દિલ્હી: કોરોના કાળ સહિતના સમયે દેશનું નેતૃત્વ કરી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સૌથી લોકપ્રિય વડાપ્રધાન તરીકે દેશના લોકોની પસંદ બન્યા છે તથા હાલમાં દેશમાં સંસદીય ચૂંટણીઓ આવે તો ફરી એનડીએ ભાજપના નેતૃત્વની જ સરકાર બજાવે તેવો અભિપ્રાય જાણીતા મીડીયા હાઉસ ‘ઈન્ડીયા ટુ ડે’ ના મૂડ-ઓફ-ધ-નેશન સર્વેમાં વ્યક્ત થયો છે. સૌથી રસપ્રદ રીતે 2014થી ભાજપ સતત લોકસભામાં બીજી વખત વધુ બેઠકો મેળવવામાં સફળ રહ્યો હતો અને આ સર્વેમાં જણાવ્યા મુજબ હાલ પણ જો મતદાન થાય તો લોકસભાની 543 બેઠકોમાંથી એનડીએ 43% મતોની સાથે 321 બેઠકો જીતવામાં સફળ રહેશે. આ સર્વેમાં 3 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે એટલે કે કોરોના વેકસીનનું આગમન નિશ્ર્ચિત બનવા જઈ રહ્યું હતું તે સમયે કરવામાં આવ્યો હતો અને 67% ગ્રામીણ 33% શહેરી ક્ષેત્રના કુલ 12232 લોકોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસ અને એકંદર યુપીએનો દેખાવ પણ સુધરશે તેવો અંદાજ આ સર્વેમાં આપવામાં આવ્યો છે. યુપીએને 27% મતો મળશે. જેમાં કોંગ્રેસ કરતા તેનો સાથ પક્ષોનો દેખાવ સુધરશે. કોંગ્રેસને 51 બઠકોથી સંતોષ માનવો પડશે તેથી ફકત એક વખત તેનો વિપક્ષી નેતાપદથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ બની શકે છે. જયારે યુપીએ અને અન્ય દળોના મતોને 129 બેઠકો મળશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સૌથી લોકપ્રિય વડાપ્રધાન પસંદ થયા છે. 38% લોકોએ માન્યુ કે મોદી દેશના અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોમાં સૌથી શ્રેષ્ઠ છે. તેમરે આ મુદે ભાજપના અટલ બિહારી વાજપેયી અને કોંગ્રેસના શ્રીમતી ઈન્દીરા ગાંધીને પણ પાછળ રાખી દીધા છે. મોદી સરકારના મંત્રીઓમાં ગૃહમંત્રી અમીત શાહની કામગીરીને સૌથી વધુ લોકોએ પસંદ કરી છે. 38% લોકોએ શ્રી શાહને 14% લોકોએ રાજનાથસિંહ અને 10% લોકોએ નીતિન ગડકરી ઉપાંત 8% લોકોએ નાણામંત્રી નિર્મલા સીતારામનની કામગીરીની પ્રશંસા કરી હતી. જયારે સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓએ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને 25% લોકોએ પસંદ કર્યા છે. 14% લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અને 8% લોકોએ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સૌથી વધુ પસંદ કર્યા છે. દેશના 50% લોકોને મોદીનું કામકાજ સારુ લાગે છે.