IPL મિનિ ઓક્શન: ‘છૂટા’ કરાયેલા આ ખેલાડીઓની ‘કિંમત’ પર રહેશે સૌની નજર

22 January 2021 11:03 AM
Sports Top News
  • IPL  મિનિ ઓક્શન: ‘છૂટા’ કરાયેલા આ ખેલાડીઓની ‘કિંમત’ પર રહેશે સૌની નજર

સ્મિથ, મેક્સવેલ, ફિન્ચ, દુબે, મોરિસ સહિતના ખેલાડીઓ ખરીદાઈ તો જશે પણ પાછલી સીઝન જેટલી રકમ મળવાની સંભાવના બહુ ઓછી

નવીદિલ્હી, તા.22
ઈન્ડિયન પ્રિમીયર લીગની 14મી સીઝનની હરાજી પહેલાં તમામ ફ્રેન્િાઈઝીઓએ એ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે જેને તેમણે રિટેઈન અને રિલિઝ કરી દીધા છે. આઈપીએલ-14 પહેલાં રિટેન-રિલિઝ ખેલાડીઓની યાદી જાહેર થયા બાદ હવે અમુક ટીમોમાં મોટા ફેરફાર પણ જોવા મળવાના છે. આઈપીએલની હરાજી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના છે આવામાં મિનિ હરાજીમાં અમુક ખેલાડીઓ એવા છે જેમના ઉપર સૌની નજર રહેશે.

ક્રિસ મોરિસ
આઈપીએલ-2020ની હરાજી પહેલાં એ વાતને લઈને શંકા હતી કે આફ્રિકન ઓલરાઉન્ડર ક્રિસ મોરીસને કોઈ ખરીદશે કે નહીં પરંતુ તેના માટે બેંગ્લોર, પંજાબ અને મુંબઈએ સતત બોલી લગાવી હતી અને અંતે 10 કરોડમાં મોરિસ વેચાયો હતો પરંતુ હવે એક સીઝન બાદ જ બેંગ્લોરે તેને રિલિઝ કરીદીધો છે. જો કે ઈજાને કારણે તે આઈપીએલના તમામ મેચ રમી શક્યો નહોતો પરંતુ 9 મેચ દરમિયાન તેણે 11 વિકેટ મેળવી હતી.

સ્ટિવ સ્મિથ
આગામી હરાજી માટે એકમાત્ર કેપ્ટન સ્ટિવ સ્મિથ છે જે ચર્ચામાં રહેશે. જો કે તેને જેકપોટ સમાન કિંમત ચૂકવાય તેવી સંભાવના બહુ ઓછી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્મિથની વિશ્ર્વસનીયતા અને કદ બહુ મોટું છે પરંતુ આઈપીએલમાં હજુ તે જોઈએ તેવી છાપ છોડી શક્યો નથી. મિનિ ઓક્શન પહેલાં રાજસ્થાન રોયલ્સે સ્મિથને રિલિઝ કરી દીધો છે ત્યારે હવે સ્મિથ ઉપર કઈ ટીમ ભરોસો મુકે છે તે જોવું રહ્યું.

ગ્લેન મેક્સવેલ
આઈપીએલ-2020માં સૌથી નિષ્ફળ જો કોઈ ખેલાડી રહ્યો હોય તો તે ગ્લેન મેક્સવેલ છે. તેણે 106 બોલનો સામનો કરીને 108 રન બનાવ્યા છે પરંતુ તે એક પણ સીક્સ લગાવી શક્યો નહોતો. 10.75 કરોડમાં ખરીદાયેલો મેક્સવેલ પોતાને ચૂકવાયેલી કિંમત સાથે ન્યાય કરી શક્યો નહોતો. ટી-20 ક્રિકેટમાં મેક્સવેલ મોટું નામ છે પરંતુ લાગતું નથી કે આ વખતની હરાજીમાં તેને કોઈ જંગી રકમ ચૂકવે.

શિવમ દૂબે
ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ પહેલાં શિવમ દુબેને આઈપીએલની હરાજીમાં પાંચ કરોડ રૂપિયામાં ખરીદાયો હતો. 2020માં તેણે ટીમ ઈન્ડિયા વતી ડેબ્યુ કર્યું હતું. કોહલીએ તેને બેંગ્લોરમાં બહુ જ સહકાર આપ્યો હતો પરંતુ દુબે આશા અનુસાર પ્રદર્શન કરી શક્યો નહોતો અને તેને રિલિઝ કરી દેવાયો હતો. આશા રખાઈ રહી છે કે આઈપીએલ-2021 માટે તેના ઉપર બહુ મોટી રકમ ખર્ચાશે.

એરોન ફિન્ચ
બેંગ્લોરે આઈપીએલ-14 પહેલાં એરોન ફિન્ચને રિલિઝ કરવાનો એક સાહસિક નિર્ણય લીધો છે. ફિન્ચને 4.8 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો પરંતુ તેણે બેંગ્લોર માટે કુલ 268 રન બનાવ્યા હતા. સીઝનના બીજા હાફમાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મુકી દેવાયો હતો. ભલે ફિન્ચનું ખરાબ પ્રદર્શન રહ્યું આમ છતાં હરાજીમાં તે ચર્ચામાં રહી શકે છે.

રોબિન ઉથપ્પા બન્યો ચેન્નાઈ સુપરકિંગ્સનો હિસ્સો
રાજસ્થાન વતી ગત સીઝનમાં રમેલા રોબિન ઉથપ્પાને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સે કેશ ડીલ કરીને પોતાની ટીમમાં સમાવી લીધો છે. ડોમેસ્ટિક ક્રિકેટના વિસ્ફોટક બેટસમેન રોબિન ઉથપ્પાને પાછલી સીઝનમાં રાજસ્થાન રોયલ્સે ત્રણ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રોયલ્સ સાથે જોડાતાં પહેલાં ઉથપ્પા મુંબઈ, બેંગ્લોર, પૂના, કોલકત્તા સહિતની ટીમમાંથી પણ રમી ચૂક્યો હતો. જો હવે ચેન્નાઈએ તેના ઉપર ભરોસો મુકીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.


Related News

Loading...
Advertisement