જુલાઈમાં યોજાનારો ટોકીયો ઓલિમ્પિક પણ રદ થશે?

22 January 2021 10:59 AM
World
  • જુલાઈમાં યોજાનારો ટોકીયો ઓલિમ્પિક પણ રદ થશે?

જાપાન સરકારનો ખાનગીમાં સ્વીકાર; દેશમાં 80% લોકો હાલ આ ખેલ મહોત્સવના વિરોધમાં

ટોકીયો: વિશ્વમાં  કોરોના સંક્રમણના કારણે 2020નો ટોકીયો ઓલીમ્પીક રદ કરવો પડયો હતો અને હવે આ જુલાઈથી રદ થયેલો ખેલ મહોત્સવ યોજવા તૈયારી કરી હતી પણ હાલમાં જાપાનમાં પણ કોરોનાની ચિંતા યથાવત છે અને હવે આ વર્ષે પણ ઓલીમ્પીક ખેલકુદ મહોત્સવ રમી શકાય તેવી સ્થિતિ નથી. જાપાન સરકારે જાહેરમાં જો કે હજું આ અંગે કોઈ જાહેરાત કરી નથી પણ તા.23 જુલાઈથી શરુ થનારા આ મહોત્સવમાં આગળ વધવા અંગે પણ સંદેહ છે. અમેરિકાથી ચીન સહિતના દેશો જો કે ઓલીમ્પીકના હાલના શેડયુલ મુજબ તેની તૈયારી કરી રહ્યા છે પણ જાપાન સરકારે ડિપ્લોમેટીક ચેનલો મારફત ખાનગી સંદેશાઓમાં જુલાઈ 2021નો ઓલીમ્પીક પણ શકય નહી હોય તેવું જણાવી દીધું છે.


જો કે ઓલીમ્પીક રદ કરવાની કે રીશેડયુલ કરવાની કોઈપણ જાહેરાત ઓલીમ્પીક કમીટી જ કરશે અને પછી હવે ટોકીયોમાં ઓલીમ્પીક હાલ યોજાય તેવી શકયતા નથી. જાપાન ફરી 2032માં ઓલીમ્પીકનું યજમાન બની શકશે. જાપાનમાં હાલમાં જ એક સર્વેમાં 80% લોકોએ આ ખેલકુદ મહોત્સવ હાલ રદ કરવાનું પસંદ કર્યુ છે. નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે હાલની સ્થિતિમાં ઓલીમ્પીક રમાડવો તે પણ એક મોટુ જોખમ બની શકે છે. 2024નો ઓલીમ્પીક પેરીસમાં યોજાવાનો છે અને ફ્રાન્સમાં પણ તેની તૈયારીને અસર પહોંચી છે.


Related News

Loading...
Advertisement