જતા જતા ટ્રમ્પનું વધુ એક પરાક્રમ! નવા રાષ્ટ્રપતિને ન્યુકલીયર કોડ ટ્રાન્સફર ન કર્યા

22 January 2021 10:53 AM
World
  • જતા જતા ટ્રમ્પનું વધુ એક પરાક્રમ! નવા રાષ્ટ્રપતિને ન્યુકલીયર કોડ ટ્રાન્સફર ન કર્યા

અમેરિકાનાં ઈતિહાસમાં પ્રથમ ઘટના : જૂના રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિને ન્યુકલીયર કોડ ટ્રાન્સફર કરતા હોય છે પણ હતાશ ટ્રમ્પે આ પરંપરા તોડી

વોશીંગ્ટન તા.22
અમેરિકામાં જો બાઈડને બુધવારે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા પરંતુ તેના પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઈટ હાઉસથી વિદાય થઈ ગયા હતા. પણ જતા જતા એક પરાક્રમ કરતાં કરતા ગયા હતા. નવા રાષ્ટ્રપતિ જો બાયડેનને ન્યુકલીયર કોડ આપ્યા વિના ચાલ્યા ગયા હતા. અમેરિકામાં એવી પરંપરા છે કે જુના રાષ્ટ્રપતિનાં પદ છોડવા અને નવા રાષ્ટ્રપતિનાં શપથ લેતા સમયે જ ન્યુકલીયર પાવરનું પણ હસ્તાંતરણ થાય છે. પરંતુ અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ ઘર એવુ બન્યુ છે કે ટ્રમ્પ બે ન્યુકલીયર કોડ અથવા ન્યુકલીયર ફૂટબોલ નવા પ્રમુખ જો બાયડેનને આપ્યા વિના જ વ્હાઈટ હાઉસ છોડીને ચાલ્યા ગયા હતા. જોકે શપત ગ્રહણની સાથે જ ટ્રમ્પની પાસે રહેલ ન્યુકલીયર કોડ નિષ્ક્રિય થઈ ગયો હતો અને નવો કોડ બાયડેનની પાસે આવી ગયો હતો પણ ટ્રમ્પની આ પ્રકારની કાર્યવાહીથી સૌમાં  આશ્ચર્ય  ફેલાયું હતું.
ઉલ્લેખનીય છે કે ન્યુકલીયર પાવર કાળા રંગની એક બ્રીફકેસમાં બંધ હોય છે આ સાથે જ રાષ્ટ્રપતિની પાસે બે ન્યુકલીયર ફૂટબોલ અને બે સેટ ન્યુકલીયર લોંચ કોડ એક કાર્ડ પર લખેલા હોય છે.તેને ન્યુકલીયર બિસ્કીટ પણ કહે છે આ બન્ને ચીજ અમેરીકા રાષ્ટ્રપતિ પાસે હંમેશા હાજર હોય છે. આ ન્યુકલીયર કોડથી જ અમેરીકી રાષ્ટ્રપતિ પેન્ટાગોનને પરમાણું હુમલાનો આદેશ આપી શકે છે. અમેરીકામાં નવા રાષ્ટ્રપતિ જયારે શપથ લે છે તો એ દરમ્યાન જ ન્યુકલીયર કોડની બ્રીફકેસ પણ એકશન બીજા પાસે ચાલી જાય છે. અલબત, આ વખતે આવુ કંઈ ન થયું. કારણ કે ટ્રમ્પ નવા રાષ્ટ્રપતિ બાયડેનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહોતા થયા,આવુ પ્રથમવાર બન્યુ છે કે જુના રાષ્ટ્રપતિએ નવા રાષ્ટ્રપતિને ન્યુકલીયર લોંચ કોડ ટ્રાન્સફર નહોતા કર્યા.


Related News

Loading...
Advertisement