પતંગની દોરી ગળામાં અટવાતા મૃત્યુને ભેટનાર વિપ્ર યુવાનના પરિવારજનોને મળી મુખ્યમંત્રીએ સાંત્વના પાઠવી

21 January 2021 10:55 PM
Rajkot
  • પતંગની દોરી ગળામાં અટવાતા મૃત્યુને ભેટનાર વિપ્ર યુવાનના પરિવારજનોને મળી મુખ્યમંત્રીએ સાંત્વના પાઠવી
  • પતંગની દોરી ગળામાં અટવાતા મૃત્યુને ભેટનાર વિપ્ર યુવાનના પરિવારજનોને મળી મુખ્યમંત્રીએ સાંત્વના પાઠવી
  • પતંગની દોરી ગળામાં અટવાતા મૃત્યુને ભેટનાર વિપ્ર યુવાનના પરિવારજનોને મળી મુખ્યમંત્રીએ સાંત્વના પાઠવી

ઉત્તરાયણના દિવસે જ રૈયા ટેલિફોન ઉત્સવ વ્યાસના ગળામાં પતંગનો દોરો અટવાતા ગંભીર ઇજા થઇ હતી, વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાતા સારવારમાં દમ તોડ્યો હતો

રાજકોટઃ
પતંગની દોરી ગળામાં અટવાતા મૃત્યુને ભેટનાર વિપ્ર યુવાનના પરિવારજનોને મળી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શોક સાથે મૃતકને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ગત તા.૧૪ના રોજ ઉત્તરાયણના દિવસે બપોરે એક વાગ્યે એકટીવા ઉપર નીકળેલા ઉત્સવ ચેતનભાઈ વ્યાસ (ઉ.વ.૨૧, રહે. નંદનવન વાટિકા એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, નાણાંવટી ચોક)ના ગળામાં પતંગની દોરી અટવાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેમનું મોત થયું હતું. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ યુવકના પરિવારજનોને તેમના ઘરે મળીને સાંત્વના આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રાજકોટ ખાતે મકરસંક્રાંતિના દિવસે ઉત્સવભાઈ ચેતનભાઈ વ્યાસનું ગળામાં પતંગની દોરી અટવાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા આ યુવાનનું દુઃખદ મૃત્યુ થયું હતું. સ્વ.ઉત્સવભાઈના પરિવારજનોને તેમના ઘરે મળીને દિલાસો પાઠવ્યો હતો.

મૃતક ઉત્સવ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ મુંબઈ ખાતે કરતો હતો. લોકડાઉનના લીધે અહીં રાજકોટ ઘરે આવી અહીં જ ઓનલાઇન અભ્યાસ કરતો હતો ઉત્સવના પિતા ચેતનભાઇને સંતાનમાં બે પુત્રો છે જેમાંથી ઉત્સવ મોટો હતો. જોકે આ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જેથી દુઃખમાં ભાગીદાર બનવા મુખ્યમંત્રી ખુદ મૃતક યુવાનના ઘરે પહોંચ્યા હતા. શોક પ્રગટ કર્યો હતો અને પરિવારને દિલાસો આપ્યો હતો.


Related News

Loading...
Advertisement