ગુજરાતમાં સંક્રમણમાં ઘટાડો યથાવત : આજે નવા 461 કેસો, 727 દર્દીઓ સાજા થયા

21 January 2021 07:54 PM
Gujarat
  • ગુજરાતમાં સંક્રમણમાં ઘટાડો યથાવત : આજે નવા 461 કેસો, 727 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 1 જ દર્દીનું વાઈરસથી મોત, મૃત્યુઆંક 4,372 થયો, રિકવરી રેટ 96.17 ટકા

રાજકોટ, તા.21
ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો યથાવત છે. આજે 700થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 96.17 બટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 5,491 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 471 કેસ નોંધાયા છે અને 1 દર્દીના મૃત્યુ થયુ છે, જ્યારે 727 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,47,950 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 52 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 5,439 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4372 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,57,813 પર પહોંચ્યો છે.

જિલ્લામાં મુજબ નોંધાયેલા કેસો

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 95, સુરત 91, વડોદરા 96, રાજકોટ 59, ગાંધીનગર 14, કચ્છ - જૂનાગઢ 10, આણંદ - મોરબી 8, ભરૂચ - ભાવનગર - જામનગર 7, અમરેલી - દાહોદ - ગીર સોમનાથ - ખેડા 6, નર્મદા - નવસારી - પંચમહાલ 5, સાબરકાંઠા 4, દેવભૂમિ દ્વારકા - મહેસાણા 3, અરવલ્લી - બનાસકાંઠા - મહીસાગર 2, છોટાઉદેપુર - પાટણ - પોરબંદર - સુરેન્દ્રનગર 1.


Related News

Loading...
Advertisement