રાજકોટ કોંગ્રેસમાં ગાબડુ : કોર્પોરેટર, પૂર્વ સ્ટે.ચેરમેન સહિત 25 અગ્રણીઓ-કાર્યકરો મુખ્યમંત્રીના હસ્તે કેસરીયો ધારણ કર્યો

21 January 2021 07:40 PM
Rajkot Gujarat
  • રાજકોટ કોંગ્રેસમાં ગાબડુ : કોર્પોરેટર, પૂર્વ સ્ટે.ચેરમેન સહિત 25 અગ્રણીઓ-કાર્યકરો મુખ્યમંત્રીના હસ્તે કેસરીયો ધારણ કર્યો

રાજકોટ, તા.21
આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અનેક કામોના ખાતમુહૂર્ત તથા આમ્રપાલી અંડરબ્રીજના લોકાર્પણ માટે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સાંજના 6.30 વાગ્યાથી અમૃત સાગર પાર્ટી પ્લોટમાં યોજાયેલ શહેર ભાજપ દ્વારા પેજ સમિતિનો કાર્યક્રમમાં અનેક કોંગ્રેસના કાર્યકરો તથા અગ્રણીઓ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કેસરીયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા.

લાભુભાઇ ખીમાણીયા (શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને આહિર સમાજ દ્વારકાના પ્રમુખ), માસુમાબેન હેરભા (કોર્પોરેટર વોર્ડ નં.15), હિરેનભાઇ ખીમાણીયા (પૂર્વ પ્રમુખ રાજકોટ યુથ કોંગ્રેસ), રામભા હેરભા (અગ્રણી વોર્ડ નં.15), નિલેશભાઇ રામભાઇ હેરભા, રાવતભાઇ લક્ષ્મણભાઇ હુંબલ (કોંગ્રેસ અગ્રણી ઘંટેશ્વર), રમેશભાઇ બાલાસરા, અશ્ર્વિનભાઇ ખીમાણીયા (વોર્ડ નં.10, કોંગ્રેસ અગ્રણી), ઘનશ્યામભાઇ હેરભા (ટ્રસ્ટી પી.ડી.માલવીયા કોલેજ), દાનાભાઇ કુંગસીયા (પૂર્વ સ્ટે.ચેરમેન), મુકેશભાઇ દેસાણી (પ્રમુખ, વૈષ્ણવ સાધુ સમાજ ગુજરાત), રાજેશભાઇ બાબુભાઇ જોષી, નંદુભાઇ મુલચંદાણી, પ્રફુલાબેન રાજેશભાઇ જોષી, સંજયસિંહ વાઘેલા, અશ્વિનભાઇ લાભુભાઇ કુંગસીયા, હરેશભાઇ નારણભાઇ કુંગસીયા, અમરભાઇ શંકરભાઇ મુલચંદાણી, નિરંજનભાઇ કાંતિલાલ સોલંકી, કાસમભાઇ જુનાચ, દેવાયતભાઇ અરજણભાઇ કુંગસીયા, ભાવેશભાઇ રઘુભાઇ કુંગસીયા, સંજયભાઇ મિયાત્રા, જીતુભાઇ કુંગસીયા, રાજ રાજેશભાઇ જોષી સહિતના આગેવાનો, કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ફેેબ્રઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે બે ડઝનથી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા અનેક વોર્ડમાં ભાજપ વધુ મજબુત બને તેવી શકયતા જોવામાં આવી રહી છે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાની, ધારાસભ્યો લાખાભાઇ સાગઠીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, અંજલીબેન રૂપાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રીઓ કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ સહિત શહેર ભાજપ નેતાઓ હાજર હતા.

આહિર સમાજના અનેક આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા : ગુજરાત કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા આજે યોજાયેલ રાજકોટ શહેર ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે શહેર જિલ્લાના અનેક આહિર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. અનેક આગેવાનોને ભાજપમાં લાવવા પાછળ તેમની હાજરી આ બાબતે સુચક મનાઇ રહી છે.

Related News

Loading...
Advertisement