વોર્ડ નં.7 કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે વ્હોરા સમાજના મહિલા દુરૈયાબેનની વરણી

21 January 2021 06:49 PM
Rajkot
  • વોર્ડ નં.7 કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે  વ્હોરા સમાજના મહિલા દુરૈયાબેનની વરણી

રાજકોટ વોર્ડ નંબર સાતના સંભવિત ઉમેદવાર દુરૈયાબેન મુલ્લા શિરાજભાઈ મુસાણીએ કોંગ્રેસ પક્ષએ વોર્ડ નંબર સાતના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક કરી પત્ર આપતાં તેમને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યાં છે રાજકોટમાં ઘણાં વર્ષોથી છેવાડાના વિસ્તારો સુધી સમાજસેવામાં મોખરાનું સ્થાન ધરાવતાં દુરૈયાબેનએ ભૂતકાળમાં મહિલા કોંગ્રેસમાં મહત્વના હોદ્દા પર રહી સક્રિયપણે કામ કરી પોતાનો આગવો મિજાજ દેખાડ્યો હતો. દુરૈયાબેન કોંગ્રેસ પક્ષના કાર્યકર સાથે તેમણે પોતાની સમાજ સેવા રાજકોટના છેવાડા સુધી પહોંચે તે માટે રાજકોટ દાઉદી વ્હોરા મહિલા ગ્રુપ બનાવ્યું એમાં રાજકોટની અનેક વ્હોરા મહિલાઓ જોડાય અને સેવાની ધૂણી ધખાવી સેવાના અગણિત કાર્યોનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી એક ખરાં અર્થમાં મદદરૂપ બનવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે.


Related News

Loading...
Advertisement