ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી નહીં રમે

21 January 2021 06:44 PM
Sports
  • ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી નહીં રમે

નવીદિલ્હી, તા.21
ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ઘરેલું ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન જાડેજાને સિડની ટેસ્ટ વખતે ડાબા હાથના અંગૂઠામાં ઈજા પહોંચી અને બાદમાં તેને ફ્રેન્ચર થયાનું બહાર આવ્યું હતું. રવીન્દ્રના અંગૂઠાની સર્જરી થઈ ચૂકી છે અને તેમાંથી સાજો થવામાં તેને ઓછામાં ઓછા છ સપ્તાહ લાગી જશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની શ્રેણી પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.ભારતીય પ્રવાસે ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ, પાંચ ટી-20 અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમશે. પ્રથમ બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે જ્યારે બાકીના બે ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ટી-20 અને વન-ડે શ્રેણીમાં રવીન્દ્ર રમશે કે નહીં તેનો નિર્ણય બાદમાં લેવાશે.ઈજાને કારણે 32 વર્ષીય રવીન્દ્ર જાડેજાનું નામ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં નહોતું. જાડેજા બ્રિસ્બેનમાં પણ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઈનલનો હિસ્સો નહોતો. અત્યારે તે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.


Related News

Loading...
Advertisement