રાજકોટ તા.21
કોઠારીયા રોડ વાલકેશ્વર સોસાયટી શેરી નં.7 મા રહેતા ચંદુભાઈ રામજીભાઈ જાદવ (વાણંદ) ઉ.વ.62 આજરોજ સવારનાં સમયે ગુંદાવાહી હોસ્પીટલમાં બેભાન હાલતમાં ઢળી પડતા તેઓને તુરંત જ સિવીલમાં ખસેડવામાં આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો.ચંદુભાઈ ગુંદાવાડી હોસ્પીટલમાં દવા લેવા ગયા બાદ બેભાન હાલતમાં ઢળી પડયા હતા.તેઓને આઠ દિવસ પહેલા તાવ-શરદી થઈ હતી. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે પોતે ત્રણભાઈ એક બહેનમાં મોટા હતા.