રાજપૂત કરણી સેના રાજકોટ શહેર અને જીલ્લાના હોદેદારોની વરણી કરાઇ

21 January 2021 06:39 PM
Rajkot
  • રાજપૂત કરણી સેના રાજકોટ શહેર અને જીલ્લાના હોદેદારોની વરણી કરાઇ

વોર્ડ નં.1 થી 18ના હોદેદારોની નિમણુંક : રામ મંદિર માટે કરણી સેના ફંડ એકત્ર કરશે

રાજકોટ તા.21
ભારતના સૌથી મોટા ક્ષત્રિય સમાજના લડાયક સંગઠન રાજપૂત કરણી સેના રાજકોટ તથા જીલ્લાના હોદેદારોની વરણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રદેશ અઘ્યક્ષ જે.પી.જાડેજા, પીન્ટુભાઇ, અગ્રણી નરેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા, દેવેન્દ્રસિંહ આર. જાડેજા, કરણી સેના સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, પ્રદેશ પ્રવકતા ક્રિપાલસિંહ ઝાલા, ઉપાઘ્યક્ષ રાજદીપસિંહ જાડેજા, તાલુકા અઘ્યક્ષ વનરાજસિંહ ઝાલા, ઉપાઘ્યક્ષ જસુભા જાડેજા તથા રાજકોટ જિલ્લાના અઘ્યક્ષ જયકિશનસિંહ ઝાલા અને રાજકોટ શહેર અઘ્યક્ષ ભરતસિંહ જાડેજાની હાજરીમાં હોદેદારોની વરણી કરાઇ.
આ તકે કાઠી ક્ષત્રિય સમાજનાં આગેવાન પ્રકાશભાઇ બસીયા તથા કરણી સેનાના સૌરાષ્ટ્રનાં મંત્રી શિવરાજભાઇ ખાચર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં કરણી સેના ગુજરાત અઘ્યક્ષ જે.પી.જાડેજાનું તલવાર આપી તથા ટીકુભાઇ (કોઠારીયા)નું રાજપૂત પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગીક પ્રવચનમાં યુવા અગ્રણી નરેન્દ્રસિંહ (ટીકુભા) ઘોઘુભા જાડેજાએ કરણી સેનાનાં સંગઠનને પુરો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. પ્રદેશ અઘ્યક્ષ જે.પી.જાડેજાએ વિસ્તારપૂર્વક સંગઠનની જાણકારી આપી કરણી સૈનિકોને સમાજકાર્યમાં લાગી જવા આહવાન કર્યુ હતું.
બલભદ્રસિંહ જાડેજા, સુખદેવસિંહ ઝાલા, અજયસિંહ રાયજાદા, અજયસિંહ વાઘેલા, કનકસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, દિગુભા ઝાલા, તિર્થરાજસિંહ ગોહિલ, જગદીશસિંહ જાડેજા, ગજુભા જાડેજા, પ્રણવરાજસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, રાજદીપસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દુષ્યંતસિંહ જાડેજા (શાપર), રાજવીરસિંહ વાળા, છત્રપાલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement