મહિકાની પ્રસુતિ મહિલાએ 108માં જ બાળકને જન્મ આપ્યો

21 January 2021 06:38 PM
Rajkot
  • મહિકાની પ્રસુતિ મહિલાએ 108માં જ બાળકને જન્મ આપ્યો

108ના ઇએમટી દિવ્યાબેન બારડે સફળ પ્રસુતિ કરવી માતા અને બાળકને બચાવ્યા

રાજકોટ, તા.21
ગુજરાત સરકારની 108ની સેવા લોકોને અનેકરૂપ મદદ થઈ રહી છે.ગઈકાલે મહિકા ગામનો પ્રસુતિનો કેસ સામે આવતા 108ના ઇએનટી દિવ્યાબેન અને પાયલોટ પૃથ્વીરાજસિંહ ઝાલા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને ત્યાં જઈને જોયું તો બાળકનું માથું અને નાળ બહાર નીકળી ગયા હતા.દિવ્યાબેને જણાવ્યું હતું કે,અમને ટ્રેનિંગમાં શીખવ્યા પ્રમાણે અને અનુભવ મુજબ સાવચેતી રાખી સફળ ડીલીવરી કરાવી બાળકનું માથું બહાર આવી જતા તેને ચહેરા પર સોજા ચડી ગયા હતા.જેથી બાળકને બેલો બાય મેથડ થી ઓક્સિજન આપ્યું હતું.અને સફળ પ્રસુતિ કરાવી બાળક તેમજ માતાને યોગ્ય સારવાર આપી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ડિલવરી બાદ 108 ઈએનટીના દિવ્યાબેન બારડ અને પાયલોટ પૃથ્વીરાજસિંહ ને પ્રસૂતાના પરિવાર તેમજ સ્ટાફે બિરદાવ્યા હતા.


Related News

Loading...
Advertisement