સોમનાથ મહાદેવ જયોતિલિર્ંગની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજા-અર્ચના કરી

21 January 2021 06:37 PM
Veraval
  • સોમનાથ મહાદેવ જયોતિલિર્ંગની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજા-અર્ચના કરી

રાજકોટ, તા.21
વિજયભાઇ રૂપાણીએ આજે સવારે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવ જયોતિલિંગની મહાપૂજા-અર્ચના, દર્શન કરીને ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી આશિર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના પત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મંદિર ખાતે ધ્વજાપૂજા કરીને ધ્વજારોહણ તેમજ વીર શહિદ હમીરજી સ્મારકને પુષ્પ અર્પણ કર્યા હતાં.વિજયભાઇ રૂપાણીએ વિશ્ર્વ પ્રસિદ્ધ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવને પૂજા-અર્ચના કરી જણાવ્યું હતું કે, કોરોના મુક્ત ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે. કોરોના બાદ દેશની સાથે ગુજરાત ફરી પુન: ધબકતું થશે. આસ્થાનું કેન્દ્ર સમાન સોમનાથ મંદિરના અવિરત વિકાસ માટે સોમનાથ ટ્રસ્ટની સાથે રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કટિબધ્ધ છે.
દેશના વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હોય ત્યારે સોમનાથ મંદિરનો વિકાસ વેગવંતો બનશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ મંદિરના નિર્માણ અને ભવ્યતામાં સિંહફાળો આપનાર સ્વજનોને યાદ કરતાં કહ્યું હતું કે, સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ રહ્યું છે. સોમનાથ મંદિરની ભવ્યતા દિન પ્રતિદિન વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ ચોપાટી ખાતે પ્રસાદમ યોજના અંતર્ગત રૂા.45 કરોડના ખર્ચે ખાત મુર્હુત કરેલ પ્રોમોનેડ (વોક-વે)ના કામનું મુખ્યમંત્રી વિજયભાઇએ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે નિરિક્ષણ કરી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇએ પદાધિકારીઓ અને માછીમારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. અખીલ ભારતીય ફિશરમેન એસો. ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રીને ક્ધયા કેળવણી નિધિ માટે રૂા.25 હજારનો ચેક અર્પણ કર્યો હતો. વિજયભાઇ રૂપાણીને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે મોમેન્ટ આપી સન્માન કર્યું હતું. મંદિરના મુખ્ય પુજારી વિજયભાઇએ પૂજા-અર્ચના કરાવી હતી.


Loading...
Advertisement