રાજકોટ તા.21
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક બાઈક લઈને પસાર થઈ રહેલા પાનબીડીના વેપારીને ટ્રકના ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વેપારીને પગ અને શરીરે ગભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવડ રોડ પર સત્યસાંઈ માર્ગ સિલ્વર એવન્યુ સોસાયટી શેરી નં.5માં આનંદ નામના મકાનમાં રહેતા નિર્મળભાઈ દાદાભાઈ ગેરૈયા (આહીર) (ઉ.વ.45) નામના આધેડે જી.જે.18 એયુ 8397 નંબરનાં ટ્રકનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં નિર્મળભાઈ એ જણાવ્યું હતું કે, હું ક્ધસ્ટ્રકશન બાંધકામનો વેપાર ધંધો કરુ છું. મારુ મુળ વતન નાજાપરના કુકાવાવ છે. મારા સગા ફઈ સુમરીબેનના દીકરા હમીરભાઈનાં દીકરા શિરિષભાઈ હમીરભાઈ ડાંગર (ઉ.વ.42) (રહે. રૈયારોડ, અંબીકા પાર્ક, શેરી નં.1) જે પાનબીડીનો વેપાર કરે છે.
તા.20/1નાં રોજ સાંજના સમયેહું રાજકોટ મારી ક્ધસ્ટ્રકશન બાંધકામની સાઈટ ઉપર હાજર હોય તે દરમ્યાન મને મારા મુળ વતન ગામ નાજાપરથી કૌટુંબિક ભત્રીજી પરેશભાઈ હમીરભાઈ ડાંગરનો કોલ આપ્યો તેઓ કહેતા હતા કે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે નાનાભાઈ શિરિષનું અકસ્માત થયેલી લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી અને ત્યાં નજીક અસ્માત સર્જનાર જી.જે.18 એયુ 8397 નંબર ટ્રક પણ પડયો હતો અને શીરીષનું જી.જે.03 સીએફ 4921 નંબરનું બાઈક પણ પડયું હતું. આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શિરીષને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે પોતે પાનબીડીનો વેપાર કરતો હતો અને પોતે બે ભાઈમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.