મકરસંક્રાતિના દિવસે ચાપડી-ઉંધીયુ બનાવતી વેળાએ દાઝેલા આધેડનું મોત

21 January 2021 06:32 PM
Rajkot
  • મકરસંક્રાતિના દિવસે ચાપડી-ઉંધીયુ
બનાવતી વેળાએ દાઝેલા આધેડનું મોત

ત્રંબા ગામનાં અને રામનાથપરાનાં યુવાને બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા.21
કાલાવડ રોડ પ્રેમમંદિર પાસે રૂરલ હા.બોર્ડ કવાર્ટસમાં રહેતા આધેડ મકરસંક્રાતિનાં દિવસે ચાપડી બનાવતા હતા ત્યારે અચાનક પહેરેલ કપડે દાઝી જતા તેમને સારવારમાં ખસેડાયા હતા.જયાં તેઓએ સારવારમાં દમ તોડયો હતો. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર કાલાવડ રોડ પ્રેમમંદિરની સામે રૂરલ હા.બોર્ડનાં કવાટર્સમાં રહેતા હરદેવસિંહ ખાનુભા ઝાલા ઉ.વ.44 નામનાં આધેડ તા.14-1 ના રોજ પોતાના ઘેર ચાપડી બનાવતા હતા ત્યારે પેટના ભાગે સળગી જતા બન્ને પગ દાઝી ગયા હતા. જયાં તેઓનું સારવારમાં મોત નીપજયુ હતું.


તેઓને સંતાનમાં બે પુત્ર અને પોતે ડ્રાઈવીંગ કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય બનાવમાં ત્રંબામાં રહેતા યોગેશ દિનેશભાઈ બાવળીયા ઉ.વ.22 નામનો યુવાન અચાનક બેભાન થઈ જતાં તેને સારવારમાં દમ તોડયો હતો. તેમજ રામનાથપરાનાં ભવાનીનગર શેરી નં.7 માં રહેતા પીન્ટુભાઈ બાબુભાઈ પરમાર ઉ.વ.33 નામનાં યુવાને બેભાન હાલતમાં દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. પીન્ટુભાઈ બેભાઈ એક બહેનમાં નાના છે અને પોતે મજુરી કામ કરતા હતા.


Related News

Loading...
Advertisement