રાજકોટ તા.21
શહેરનાં શાસ્ત્રીમેદાન પાસે એસ.ટી.બસ સ્ટેન્ડમાં બસમાંથી આવતા પાર્સલ ઉતારતા પિતા-પુત્ર સાથે સામુ જોવા મામલે ખૂની હુમલો કરતાં બન્નેને તુરંત જ સિવીલ હોસ્પીટલે ખસેડાયા છે. પખવાડીયામાં આ લૂખ્ખાગીરીનો બીજો બનાવ સામે આવ્યો છે. આ અંગે એ.ડીવી.પોલીસે લુખ્ખા તત્વો સામે કરવી જોઈએ.તેવુ સ્થાનિકો કહી રહ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર રોડ મોચીબજારમાં રહેતા યુસુફભાઈ મુસાભાઈ સમા ઉ.વ.58 નામના પ્રૌઢ તેમના પુત્ર મહમદ ઉ.વ.24 સાથે શાસ્ત્રીમેદાન પાસેના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસમાંથી આવતા પાર્સલ ઉતારી રહ્યા હતા ત્યારે મહમદે ઈકોના ચાલક નિઝામ સામે જોતા મારી સામે કેમ જોયુ તેમ કહીને માર માર્યો હતો અને બાદમાં ઈકો ગાડી લઈને મહમદ ભાગવા જતાં નિઝામ મયુર અને રમેશ મુંઘવાએ ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. બન્નેને તુરંત જ સિવીલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયા હતા.
મહમદે આક્ષેપ કર્યો હતો. અહીંયા રોડ પર ઈકો ગાડીના ચાલકોનો ત્રાસ રહે છે.અવારનવાર બસ સ્ટેન્ડમાં આવીને હેરાન પરેશાન કરે છે. જેથી અહીંયા આવતા મુસાફરો પણ હેરાન થઈ રહ્યા છે.એ.ડીવી.પોલીસ મથકનાં તાબા હેઠળ આવતી એસ.ટી.ચોકડી શોભાના ગાંઠીયા સમાન હોય તેવુ લાગી રહ્યું છે. આ બનાવ અંગે એ.ડીવી.પોલીસે સિવીલ હોસ્પીટલે પહોંચી કાર્યવાહી કરી હતી.