હડમતાળા જીઆઇડીસી વિસ્તારના કારખાના પાસે પરપ્રાંતીય શખ્સ પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયો

21 January 2021 06:27 PM
Rajkot
  • હડમતાળા જીઆઇડીસી વિસ્તારના કારખાના પાસે
પરપ્રાંતીય શખ્સ પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયો

રૂરલ એસઓજીની ટીમે પિસ્તોલ, તમંચો અને કાર્ટીસ સહિત રૂા.25,400નો મુદામાલ કબજે કર્યો

રાજકોટ, તા.21
શાપર નજીક હડમતાળા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એર્ટનર્લ એલોપ કાસ્ટ કારખાના તરફ જવાના રસ્તે એક પરપ્રાંતીય શખ્સ એક પીસ્તોલ, દેશી બનાવટનો કટરો અને કાર્ટીસ સહિત રૂા.25,400ના મુદામાલ સાથે ઝડપાયો હતો. રૂરલ એસઓજીએ દબોચી લેતા વધુ કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રૂરલ એસઓજીના પીએસઆઇ એચ.એમ. રાણા સહિતનો સ્ટાફ શાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે હડમતાળા જીઆઇડીસી પાસે એક કારખાના તરફ જવાના રસ્તે રસીદખાન નાસીર પઠાણ (રહે. શાપર વેરાવળ સર્વોદય સોસાયટી, મુળ યુપી)વાળાને અટકાવી તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટની સિંગલ બેરલની પીસ્તોલ રૂા.20 હજાર દેશી બનાવટનો કટ્ટો રૂા.5 હજાર અને ચાર કાર્ટીસ સહિત રૂા.25,400નો મુદામાલ કબજે કરી પિસ્તોલ અને કટરો ક્યાંથી લાવ્યો? એ અંગે આરોપી રસીદખાનની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement