હત્યા પ્રયાસનાં ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર ચુનારાવાડનો આરોપી દબોચાયો

21 January 2021 06:26 PM
Rajkot
  • હત્યા પ્રયાસનાં ગુન્હામાં પાંચ વર્ષથી
ફરાર ચુનારાવાડનો આરોપી દબોચાયો

રાજકોટ તા.21
બી.ડીવી.પોલીસ મથકે 2016 માં નોંધાયેલા હત્યા પ્રયાસના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો હતો.
ફરાર આરોપીઓને ઝડપી લેવા હાલ ખાસ ડ્રાઈવ ચાલતી હોય ત્યારે ક્રાઈમ બ્રાંચ પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જે.જાડેજા ટીમના ભરતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ નિમાવત, પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતાં ચુનારાવાડ શેરી નં.3 પાસેથી આરોપી વિકી અશોક સોલંકી ઉ.વ.25 રહે. ચુનારાવાડ શેરી નં.5 કુબલીયાપરા ચુનારાવાડ ચોકને ઝડપી લેવાયો હતો અને કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.


Related News

Loading...
Advertisement