રાજકોટ, તા.21
રાજકોટ ગ્રાહક તકરાર કમિશનરે મહત્વનો ચુકાદો આપ્યો છે. જે મુજબ ફોરમે નોંધ્યું કે, કેટેરેકટ ઓપરેશનમાં મલ્ટીફોકસ લેન્સ આંખમાં ફીટ કરાવવો એ કોસ્મેટીક સર્જરી નથી. પરંતુ આંખની દ્રષ્ટિ સુધારવાની પ્રક્રિયા છે. આ કેસમાં ફોરમે વિમા પોલીસીને આદેશ કર્યો છે કે, મેડિકલેમની રૂા.69,040ની રકમ ચુકવ્યા ઉપરાંત બાકીની રકમ રૂા.51 હજાર સાત ટકાના વ્યાજ સાથે પોલીસી લેનારને આપવી અને ખર્ચ પણ ચૂકવવો.
આ કેસની ટૂંકી વિગત મુજબ રાજકોટના રહેવાસી જે.આર. દોશીએ એપોલોમ્યુનીશ હેલ્થ ઇુસ્યુરન્સ કાુ. લી. પાસેથી રૂા.10,00,000ની હેલ્થ પોલીસી લીધા પછી પોતાની ડાબી આંખમાં કેટરેકટનું ઓપરેશન કરાવ્યું અને અમદાવાદના ડો. અભય વસાવડાની હોસ્પિટલમાં જમણી આંખનું ઓપરેશન પણ કરાવ્યું જેનો કુલ ખર્ચ 1,20,000 થયો. જો કે, વિમા કંપનીએ રૂા.69,040 જમા કરાવ્યા, બાકીની 51 હજારએ કારણે ડીડકશન કર્યા કે, જે.આર. દોશીએ રઘુપતિ આઇ હોસ્પિટલ અમદાવાદમાં પોતાની ડાબી આંખનું મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતું તેમાં સારવાર દરમિયાન ડોકટરે ફીટ કરેલા લેન્સ કોસ્મેટીક સર્જરીની રીતે ફીટ કરાયા હતા. આ પ્રકારના ઓપરેશનમાં ડોકટર મોનોફોકસ લેન્સ ફીટ કરી શકે તેની કિંમત વ્યાજબી હોઇ શકે. આથી જે.આર. દોશીએ પુરો મેડિકલેમ મેળવવા ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીએ સોગંદનામુ અને ડોકટરનું સર્ટીફીકેટ રજુ કર્યું જેમાં દર્દીની આંખમાં ફીટ કરાયેલા લેન્સ એ કોસ્મેટીક સર્જરી નહીં પણ દૂર અને નજીકની વસ્તુઓ જોવા માટે ચશ્માની જરૂર ન રહે તે હેતુની ટ્રીટમેન્ટ છે. ફરિયાદી તરફે રોકાયેલા એડવોકેટ પી.આર. દેસાઇએ વિશેષ દલીલો કરી હતી કે, વિમા કંપનીએ કઇ રીતે રૂા.69,040 જમા કરાવ્યા તે સમજાતું નથી. કંપની ડોકટરની ફી નકકી કરી શકે નહીં અને ‘રીજનેબલ તેમજ નેસેસરી ખર્ચ કોને કહેવાય તેનો વિમા પોલીસીની ટમ્સ એન્ડ ક્ધડીસન્સમાં કોઇ ખુલાસો નથી. દલિલમાં એડવોકેટ તરફે ટાંકવામાં આવેલું કે, સ્ટેટ કમિશને પણ નરેન્દ્ર જોબનપુત્રાના કેસમાં ઠરાવ્યું હતું કે, શું વ્યાજબી ખર્ચ છે તે વિમા કંપની નક્કી કરી શકે નહીં. ફરિયાદી તરફેની ધારદાર દલિલો, સોગંદનામા અને દસ્તાવેજોને ધ્યાને રાખી ગ્રાહક તકરાર કમિશને વિમા કંપનીને રૂા.51,000 સાત ટકાના વ્યાજ તથા ખર્ચ આવે ચુકવવાહુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે સિનિયર એડવોકેટ પી.આર. દેસાઇ, એડવોકેટ્સ સુનિલ વાઢેર, સંજય નાયક રોકાયા હતાં.