મોરબી રોડ હડાળા ગામના પાટીયા પાસે બંધ હોસ્ટેલમાંથી વાસણની ચોરી

21 January 2021 06:19 PM
Rajkot
  • મોરબી રોડ હડાળા ગામના પાટીયા પાસે બંધ હોસ્ટેલમાંથી વાસણની ચોરી

લોકડાઉન બાદ બોયઝ હોસ્ટેલ બંધ હાલતમાં હતી: રૂા.12 હજારનાં વાસણો તસ્કરો ઉઠાવી ગયા

રાજકોટ તા.21
રાજકોટ-મોરબી હાઈવે રોડ પર હડાળા પાસેની આસ્થા બોયઝ હોસ્ટેલમાં તસ્કરો ત્રાટકયા હતાં. હોસ્ટેલમાંથી રૂા.12 હજારનાં વાસણોની ચોરી થયાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-મોરબી હાઈવે રોડ હડાળા ગામના પાટીયા પાસે આસ્થા બોયઝ હોસ્ટેલનાં સંચાલક પ્રદીપસિંહ માનસિંગભાઈ વાળા (ઉ.વ.24) નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુ તથા અશ્ર્વિનસિંહ ડોડીયા હડાળા ગામના પાટીયા પાસે આસ્થા બોયઝ હોસ્ટેલ ધરાવીએ છીએ. મારા પાર્ટનર તેનો વહીવટ કરે છે. હાલ કોરોનાકાળમાં હોસ્ટેલ બંધ હોય અને થોડા સમયમાં હોસ્ટેલ રુ થવાની હોય જેથી અમારી ઉપરોક્ત હોસ્ટેલમાં પાણીના તળ ફીટ કરવાના હોય જેથી તે મારા તથા મારા ભાગીદારે સ્ટીલના પાણીના નળ રંગ- 40 જેની કિંમત રૂા.10 હજાર, ટીનનું કુકર 1 રૂા.500 તથા ટીનની ઈડલીની પ્લેટ નંગ 12 રૂા.1200 સહિત વાસણોની થોડો સમય પહેલા જ ખરીદી કરી હતી. હોસ્ટેલ શરુ થાય ત્યારે તેનો ઉપયોગ કરવાનું નકકી કરી તેને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં રાખેલ ત્યારબાદ તા.15/1નાં બપોરનાં સમયે હોસ્ટેલ પર જતાં વાસણ અને નળ જોવામાં આવ્યા નહોતા. વાસણ અને નળ મળી કુલ રૂા.12,600ની તસ્કરી કર્યાની ફરિયાદ કુવાડવા પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી છે.


Related News

Loading...
Advertisement