રાજકોટનાં ઇજનેરી છાત્રનું માંડણકુંડલા પાસે અકસ્માતમાં મોત

21 January 2021 06:16 PM
Rajkot
  • રાજકોટનાં ઇજનેરી છાત્રનું માંડણકુંડલા પાસે અકસ્માતમાં મોત

પટેલ યુવાન તેના પિતરાઇ ભાઇઓ સાથે માંડણકુંડલા ગામના આશ્રમે ઉતરાયણના તહેવારમાં દર્શનાર્થે જતો’તો : એકના એક પુત્રના મોતથી પટેલ પરિવારમાં અરેરાટી : થોડા સમય પહેલા જ મિકેનીકલ એન્જીનિયરીંગ વિભાગમાં એડમીશન લીધુ’તું

રાજકોટ તા.21
ગોંડલનાં માંડણકુંડલા ગામે ઉતરાણના દિવસે આશ્રમે દર્શન કરવા જઇ રહેલા રાજકોટનાં યુવાનોની કાર બાવળનાં ઝાડ સાથે અથડાતા તેમાં બેઠેલા રાજકોટનાં યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું. જયારે અન્ય યુવકોને શરીરે ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતાં. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના સાધુ વાસવાણી રોડ નંદ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા સ્નેહ સુનિલભાઇ કોરડીયા (પટેલ) (ઉ.વ.1પ) નામના તરૂણે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ધોળકીયા સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરૂ છું અને બે ભાઇઓ છીએ જેમાં નાનો શ્યામ છે.
તા.14/1નાં રોજ મારા િ5તાજી સુનિલભાઇ તથા મારા માતા ડિમ્પલબેન અને ભાઇ શ્યામ મારા ફઇબાના પુત્ર જય અનિલભાઇ અમૃતિયાની જીજે 03 ઇઆર 4063 નંબરની કાર લઇ મોવીયા ગામે ઉતરાણ તહેવાર નિમિતે મારા ફુવા વિનોદભાઇના ઘરે આવ્યા હતા તેમજ અમારી સાથે રાજકોટ રહેતા બીજા વાહનમાં અમારા ફુવા દિનેશભાઇ, ફઇકા અલકાબેન તથા તેમના પુત્ર નિકેતભાઇ તે લોકો ઉતરાણ તહેવાર નિમિતે મોવીયા ગામે મારા કુવા વિનોદભાઇના ઘરે આવ્યા હતા અને બપોરના સમયે આશરે ત્રણ સાડા ત્રણેક વાગ્યે હું તથા મારો ભાઇ શ્યામ અને નિકેતભાઇ એમ બધા જયની કારમાં બેસી માંડણકુંડલા આશ્રમે દર્શનાર્થે જતા હતા. ત્યારે જયે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર બાવળની ઝાડી સાથે અથડાતા નિકેતભાઇને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું.
અન્ય કારમાં બેસેલા મારાભાઇ શ્યામભાઇ સહિત ત્રણ ઘવાયા હતા. આ અંગે જય સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.
મૃતક નિકેત દિનેશભાઇ ફળદુ (ઉ.વ.19) (રહે.અંબીકા ટાઉનશીપ નજીક નાનામવા) એકનો એક પુત્ર હતો. તેના પિતા કારખાનામાં જોબ વર્ક કરતા હતા. થોડા સમય પહેલા જ તેમનું નિરમા કોલેજમાં મીકેનીકલ એન્જીનિયરીંગ એડમીશન લીધુ હતું. યુવાન પુત્રનાં મોતથી પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Related News

Loading...
Advertisement