દારૂની 6 બોટલ સાથે 3 શખ્સો ઝડપાયા

21 January 2021 06:14 PM
Rajkot Crime
  • દારૂની 6 બોટલ સાથે
3 શખ્સો ઝડપાયા

દેવપરામાં પીધેલી હાલતમાં કાર લઈ નિકળેલા ચાલક સામે કાર્યવાહી

રાજકોટ તા.21
શહેરમાં દારૂની 6 બોટલ સાથે 3 શખ્સો પકડાયા હતા. જેમાં બી.ડીવી.પોલીસે પેડક રોડ પરથી રાત્રે 9 વાગ્યે રૂા.1600 ની કિંમતની 4 બોટલો સાથે મુકદર છોટુભાઈ મલેક ઉ.વ.29 રહે. દેવપરા ગુરૂજન સોસાયટી, 4 કોઠારીયા રોડને દબોચી લીધો હતો.
આડા પેડક રોડ પર રૂા.400 ની કિંમતની દારૂની 1 બોટલ લઈ નીકળેલો મયુદીન ઉર્ફે બોદીયો ઈમ્તીયાઝ ચૌહાણ ઉ.વ.24 રહે.નવાગામ આવાસ કવાર્ટર રાત્રે 8-30 વાગ્યે પકડાયો હતો તેમજ આડા પેડક રોડ પર બગીચા પાસેથી રૂા.400 કિંમતની દારૂની 1 બોટલ સાથે વિનય મનસુખ ડાભી ઉ.વ.21, રહે.ભગીરથ સોસાયટી શેરી નં.10 ને દબોચી લેવાયો હતો.
ભકિતનગર પોલીસે દેવપરા શેરી નં.1 પાસેથી પીધેલી હાલતમાં કાર લઈ નિકળેલા બ્રિજેશ પ્રવિણભા, ધીયાડને ઝડપી લઈ રૂા.4,00,000 ની કિંમતની વર્ના કાર કબ્જે કરી હતી.


Related News

Loading...
Advertisement