’હું ડાલા મથ્થો ગુજરાતી’ સોંગે સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી : થોડા દિવસોમાં જ 2.50 લાખ વ્ય

21 January 2021 06:06 PM
Rajkot Entertainment
  • ’હું ડાલા મથ્થો ગુજરાતી’ સોંગે સોશ્યલ મીડિયામાં  ધૂમ મચાવી : થોડા દિવસોમાં જ 2.50 લાખ વ્ય

પ્રીત ગોસ્વામીના દિગ્દર્શન તથા દેવ ભટ્ટ અને સાંઈરામ દવેના કંઠે ગવાયેલુ ગીત 7 જાન્યુઆરીએ રિલીઝ થયું

રાજકોટ, તા.21
’હું ડાલા મથ્થો ગુજરાતી’ સોંગે સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી છે. થોડા દિવસોમાં જ 2.50 લાખ વ્યુ મળ્યા છે. પ્રીત ગોસ્વામીના દિગ્દર્શન તથા દેવ ભટ્ટ અને સાંઈરામ દવેના કંઠે ગવાયેલુ ગીત 7 જાન્યુઆરીએ રિલીઝ થયું છે.
સિંગર દેવ ભટ્ટ છેલ્લા 10 વર્ષથી ઓરકેસ્ટ્રા ફિલ્ડમાં પોતાની કલાના કામણ પાથરી રહ્યા છે. તેમાં પણ ઘણા બધા ગુજરાતી ગીતો પર કલમ અજમાવી ચુકેલ ખ્યાતનામ હાસ્યકલાકાર કામ કવિ સાંઈરામ દવે સાથેની જુગલબંધીએ આ સોંગને ચાર ચાંદ લગાવ્યા છે. સાંઈરામ દવે લિખિત બેસ્ટ સેલર પુસ્તક ’રંગ કસુંબલ ગુજરાતમાં’ ગુજરાતના 51થી વધુ ગીતો પ્રસિદ્ધ થયા છે. જેનું વિમોચન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું હતું. આ પુસ્તક પૈકીનું આ સોંગ છે. વિડિયો સોંગનું દિગ્દર્શન પ્રીતનો પાવો નામના કાર્યક્રમથી વધુ પ્રખ્યાત થયેલા રાજકોટના ક્રિએટીવ ડાયરેક્ટર પ્રીત ગોસ્વામી દ્વારા કરાયું છે અને સંગીત એસ. ભાસ્કરે, ઓડિયો મિક્સિંગ નિરજ વ્યાસે અને વિડિયો એડીટીંગ સચીન ગઝર અને હરેશ દવે કર્યું છે.
સૌરાષ્ટ્રમાં દાંડીયા કીંગ તરીકે જાણીતા કથાકાર પિતાના પુત્ર દેવ ભટ્ટએ આ પહેલા પણ મેવાડના મહારાજા, દેવ દ્વારિકાવાળા, નવલા નોરતાની રઢિયાળી રાતે, કાઠિયાવાડી ટહુકો તેમજ શ્રીનાથજીની ઝાંખી જેવા હિટ આલ્બમ સોંગ આપ્યા છે. આ સોંગ સોશ્યલ મિફિયા પ્લેટફોર્મ પર ઉયદબવફિિંંજ્ઞરરશભશફહ અને તફશફિળમફદયજ્ઞરરશભશફહ પર રિલિઝ કરાયું છે. આ આલ્બમ સોંગમાં મોહક દ્રશ્યો અને વેશભુષા પણ આકર્ષકનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતીઓ આ ગીતને ખૂબ પસંદ કર્યું છે અને અતિ ટુંકાગાળામાં લાખો વ્યુ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેવ ભટ્ટએ ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપ્યા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મોરબી અને રાજકોટની તમામ મોટી નવરાત્રીઓમાં પોતાના સ્વરની રમઝટથી હજારો ખેલૈયાઓને ડોલતા કર્યા છે.


Related News

Loading...
Advertisement