સેન્સેકસ માત્ર 74 દિવસમાં 10,000 પોઈન્ટ વધ્યો: માર્કેટ કેપીટલાઈઝેશન 199 ટ્રીલીયન

21 January 2021 05:57 PM
Business
  • સેન્સેકસ માત્ર 74 દિવસમાં 10,000 પોઈન્ટ વધ્યો: માર્કેટ કેપીટલાઈઝેશન 199 ટ્રીલીયન

શેરબજાર રેકોર્ડબ્રેક તેજી વચ્ચે નવી-નવી ઉંચાઈ સર કરી રહ્યું છે ત્યારે સેન્સેકસને 40000થી 50000 સુધીની 10000 પોઈન્ટની સફર સર કરવામાં માત્ર 74 ટ્રેડીંગ સેશન થયા છે. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 8મી ઓકટોબરે 40000ને આંબી ગયો હતો. 74 ટ્રેડીંગ સેશનમાં 50,000 થયો છે. 40000થી 45000 સુધી પહોંચવામાં માત્ર 32 ટ્રેડીંગ સેશન થયા હતા. 4થી નવેમ્બરે 45000 થયો હતો. અર્થતંત્ર ધારણા કરતા પણ વ્હેલુ કરવટ બદલી રહ્યાના સંકેતો તથા આગામી બજેટના આશાવાદથી તેજીને જોર મળ્યુ છે. 10000 પોઈન્ટની 74 દિવસની સફરમાં માર્કેટ કેપીટલાઈઝેશન 38.55 ટ્રીલીયન વધીને 199 ટ્રીલીયન પર પહોંચ્યું છે. આ સમયગાળામાં સેન્સેકસ હેઠળના ચાર શેરો 50 ટકાથી વધુ વધ્યા હતા.


Related News

Loading...
Advertisement