અંતિમ મીનીટોમાં શેરબજારની મંદીમાં ડુબકી : સેન્સેકસ 50,000ની નીચે સરકયો

21 January 2021 05:55 PM
Business
  • અંતિમ મીનીટોમાં શેરબજારની મંદીમાં ડુબકી : સેન્સેકસ 50,000ની નીચે સરકયો

સેન્સેકસ 167 પોઇન્ટ તુટયો : ચારેકોર વેચવાલી

શેરબજારમાં સેન્સેસે આજે 50,000ની સપાટી વટાવીને ઇતિહાસ સર્જી દીધો હતો. પરંતુ અંતિમ અર્ધા કલાકમાં એકાએક વાતાવરણ પલ્ટાયુ હતુ અને માર્કેટ મંદીમાં ડુબકી લગાવી દીધી હતી. મુખ્યત્વે બેંક ક્ષેત્રના શેરોમાં વેચવાલીનો મારો નીકળ્યો હતો. રોકડાના શેરોમાં પણ ચારેકોર વેચવાલી હતી. સેન્સેકસ 167 પોઇન્ટ ગગડીને 49624 બંધ આવ્યો હતો. જે 50184ના ટોચના લેવલથી 500 કરતા વધુ પોઇન્ટ તુટયો હતો. નિફટી પ4 પોઇન્ટ તુટીને 14590 હતો. બેંક નિફટીમાં 356 પોઇન્ટ તથા મીડકેપ ઇન્ડેકસ 270 પોઇન્ટ ગગડયા હતા.


Related News

Loading...
Advertisement