ચોંકતા નહીં, આ દાદાએ 64 વર્ષની વયે MBBSમાં પ્રવેશ મેળવ્યો

21 January 2021 05:50 PM
India
  • ચોંકતા નહીં, આ દાદાએ 64 વર્ષની વયે MBBSમાં પ્રવેશ મેળવ્યો

ઓડિશાના આ રિટાયર્ડ બેન્ક અધિકારીના જુસ્સાને લોકો સલામ કરી રહ્યા છે

ભુવનેશ્વર, તા.21
કોઈ પણ લક્ષને હાંસલ કરવા ઉંમરની મર્યાદાઓ નડતી નથી. જે સાબિત કર્યું છે. ઓડિશાના રિટાયર્ડ બેન્ક અધિકારી જય કિશોર પ્રધાને, તેઓ 64 વર્ષની વયે નીટની એક્ઝામ પાસ કરી હવે ખઇઇજની તૈયારી કરી રહ્યા છે. તેમના જુસ્સાને લોકો સલામ કરી રહ્યા છે. વૃદ્વાવસ્થામાં પહોંચી ગયેલા જયકિશોર પોતાની દિકરીઓના સપના પુરા કરવા માટે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે માત્ર વયને નથી થકવી પણ એક અકસ્માતમાં ગુમાવેલા પગની વિકલાંગતાને પણ હરાવી દીધી. 18 વર્ષ પહેલાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ તેઓ જણાવી રહ્યા છે કે, તેમના મનમાં ડોક્ટર બનવાની ચાહ તો બાળપણથી જ હતી. જયકિશોરે ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ)માં ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન પુરું કર્યું. પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરીએ લાગી ગયા.1982માં પિતાની સારવાર દરમિયાન તેમને ફરી ડોક્ટર બનવાની ઇચ્છા જાગી પરંતુ ત્યાં સુધીમાં ડોક્ટરનું શિક્ષણ મેળવવા માટેની વયમર્યાદા વટાવી ચૂક્યા હતા. જેથી પોતાના સપના પુરા કરવા જોડિયા દિકરીઓને ડેન્ટિસ્ટ બનાવી. રિટાયર્ડ થયા બાદ 2019માં સુપ્રીમ કોર્ટે નીટની પરીક્ષા માટે વમર્યાદા હટાવતો ચુકાદો આપતા પ્રધાને તક ઝડપી લીધી અને અને નીટની પરીક્ષા આપી દીધી. પણ તેમાં સફળ થયા નહીં. દરમિયાન ડોક્ટર બનવા સૌથી વધુ પ્રેરિત કરનારી જોડિયા પૈકીની મોટી દિકરીનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. પહાડ જેવા દુ:ખ સાથે પ્રધાને નીટની પરીક્ષા આપી ગત ડિસેમ્બર 2020માં તેનુ રિઝલ્ટ પણ આવી ગયું અને તેમને એમબીબીએસમાં પ્રવેશ મળ્યો. એક સપ્તાહ પહેલાં જ પ્રધાનને બુર્લાની વીર સુરેન્દ્ર સાય મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું છે. તેમને સમાજ સમક્ષ પ્રેરણા મૂકી છે કે, સંપૂર્ણ લગનથી મહેનત કરે તો વય પણ તેની લક્ષપ્રાપ્તિ માટે અવરોધ નથી બનતી.


Related News

Loading...
Advertisement