દરેક પ્રશ્નનો જવાબ: સરકાર પર પ્રહાર

21 January 2021 05:44 PM
India Top News
  • દરેક પ્રશ્નનો જવાબ: સરકાર પર પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ યુવા નેતા રાહુલ ગાંધી કૃષી કાનૂન અને ખેડૂત આંદોલન મુદે આક્રમક મૂડમાં છે અને તેઓ રોજ નવા મુદાઓ સાથે સોશ્યલ મીડીયામાં સરકારને ભીંસમાં મુકે છે. ગઈકાલે રાહુલે એક પત્રકાર પરિષદ યોજી કૃષી કાનૂન અને ખેડુતોની બેહાલી મુદે એક ‘ખૂન કી ખેતી’ પુસ્તીકાનું વિમોચન કર્યુ જેમાં સરકારના કૃષિ કાનૂનની જોગવાઈઓ સામે પ્રશ્ર્નો ઉઠાવી દેશમાં ખાદ્યાન બે-ચાર બીગ રીટેલને હવાલે કરવા સરકાર આગળ વધી રહી હોવાનો આરોપ મુકયો હતો. રાહુલની આ પત્રકાર પરિષદમાં 50થી વધુ પત્રકારો હાજર હતા. રાહુલે ઉઠાવેલા પ્રશ્ર્નોમાં અરુણાચલમાં ચીને ભારતીય સરહદમાં જે ગામો વસાવી લીધા તેની સામે સરકારના મૌનને પણ ખુલ્લુ પાડયું હતું.


Related News

Loading...
Advertisement