નવી દિલ્હી તા.21
અત્રેની કાલકાજી માર્કેટમાં એક જવેલરી શો રૂમમાં તસ્કરોએ મોટો હાથ મારીને કરોડો રૂપિયાની જવેલરીની ઉઠાંતરી કરતા હલચલ મચી છે. કાલકાજીમાં આવેલ અંજલી જવેલર્સના શો રૂમમાં ઘુસીને તસ્કરોએ કરોડો રૂપિયાના ઘરેણા ઉઠાવી લીધા હતા. જાણવા મળતી વિગત મુજબ મંગળવારે શો રૂમ બંધ કર્યા બાદ 6 હથિયારધારી ગાર્ડ તૈનાત હતા. શો રૂમની પાછળ પણ બે ગાર્ડ તૈનાત હતા તેમ છતાં ચોરોએ અંદર ઘુસીને મોટો હાથ માર્યો હતો. ચોરીની ખબર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.