ભાજપના ‘એક લક્ષ્ય’ની બે વિરોધાભાસી તસ્વીર: નેતાઓનો ટારગેટ જીત-કાર્યકરોને મોબાઈલમાં રસ

21 January 2021 05:36 PM
Gujarat
  • ભાજપના ‘એક લક્ષ્ય’ની બે વિરોધાભાસી તસ્વીર: નેતાઓનો ટારગેટ જીત-કાર્યકરોને મોબાઈલમાં રસ
  • ભાજપના ‘એક લક્ષ્ય’ની બે વિરોધાભાસી તસ્વીર: નેતાઓનો ટારગેટ જીત-કાર્યકરોને મોબાઈલમાં રસ

કાર્યકર્તાઓ સમજે, નેતા બનવા માટેની સફર-ક્ષમતા તેમના જ ‘હાથ’માં છે!!

ગુજરાતભરમાં મોટાભાગે આવતા મહિનામાં કોર્પોરેશન-પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાવાની છે. પાંચ વર્ષ પુર્વે ગુજરાતમાં સતા હોવા છતાં સ્થાનિક ચૂંટણીઓમાં પાછળ રહી ગયુ હતું એટલે આ વખતે સર્વત્ર ‘વિજયવાવટો’ ફરકાવવા માટે ટોચની નેતાગીરી રાત-દિવસ એક કરી રહી છે. પાયાના કાર્યકરને વિજયમંત્ર આપવા માયે ગામેગામ કાર્યક્રમોથી માંડીને જીત મળેથી સ્ટ્રેટેજી ઘડવા માટે ટોચની નેતાગીરી પ્રયત્નશીલ છે. ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજયવ્યાપી પ્રવાસ કરીને આગેવાનો-કાર્યકરો સાથે મીટીંગ કરી રહ્યા છે. નેતાગીરીનો લક્ષ્ય એક જ છે, આગામી ચૂંટણીઓમાં સાર્વત્રિક જીત અને તે માટે જ કાર્યકરોને વિજયમંત્ર આપી રહ્યા છે છતાં ઉપરોક્ત તસ્વીર બે વિરોધાભાસી ચિત્રનો સંકેત આપી રહી છે. ચૂંટણી સ્ટે્રટેજી ઘડવા માટે મંગળવારે ભાજપના ટોચના નેતાઓની બેઠક હતી.

 વિશ્વની  સૌથી મોટી પાર્ટી એવી ભાજપની ગામડાથી માંડીને દિલ્હી સુધીની જીતમાં સૌથી મોટુ યોગદાન ‘સ્ટ્રેટેજી’નું છે અને તેમાં નેતાઓથી માંડીને કાર્યકરોની શિસ્ત તથા હોમવર્ક પણ મુખ્ય ભાગ ભજવે છે. મંગળવારની બેઠકમાં પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ તથા સંગઠન મહામંત્ર ભીખુભાઈ દલસાણીયા સ્ટેજ પર હતા. સામે સાંસદ અને મહામંત્રી વિનોદ ચાવડા, પુર્વ ગૃહપ્રધાન રજની પટેલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અગ્રણી આઈ.કે.જાડેજા વગેરે પાટી-પેન લઈને બેઠા હતા. માર્ગદર્શન-ચર્ચાના આધારે હોમવર્ક કરવામાં ગંભીર હતા.


ડાબી બાજુની તસ્વીર સામે જમણી બાજુની તસ્વીરમાં ભાજપના સમાન લક્ષ્ય માટેની હોવા છતાં તદન વિરોધાભાસી જણાય છે. રાજકોટમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રવિવારે સરપંચ-સંવાદ કાર્યક્રમ રાખ્યો હતો. જીતનો મંત્ર જ આપવાનો હતો. આગેવાનો-કાર્યકરોને હોમવર્ક કરાવવાનો હતો. પરંતુ આગેવાનો-કાર્યકરોને હોમવર્ક કરવા કે માર્ગદર્શન મેળવવાને બદલે મોબાઈલમાં વધુ રસ હતો. પ્રદેશ નેતાઓના સંબોધન વખતે પાછલી હરોળના તો ઠીક, આગલી હરોળમાં બેઠેલા આગેવાનોનું ધ્યાન પણ માત્ર મોબાઈલમાં જ હતું. બે વિરોધાભાસી તસ્વીરો વચ્ચે એક ટકોર કરવી પડે તેમ છે કે કોઈપણ ચૂંટણી જીતવા માટે યોગ્ય હોમવર્ક, સતત પરિશ્રમ અને જીતનું જ લક્ષ્ય-સમર્પણ અનિવાર્ય છે. કાર્યકર્તાથી નેતા બનવા માટેની સફરમાં ઉકત પાસા અનિવાર્ય છે અને તે કાર્યકર્તાના પોતાના ‘હાથ’માં છે. કદાચ કાર્યકરો એવું માનતા થઈ ગયા છે કે ભાજપ કે મોદીના નામે ‘પથ્થર પણ તરી’ જાય છે એટલે મહેનતની જરૂર નથી. આ કોઈ ‘ઓવર કોન્ફીડન્સ’ નથી ને?!?

પ્રદેશ નેતાઓ જીતના લક્ષ્ય સાથે શિસ્તતાપૂર્વક પાટી-પેન લઈ હોમવર્ક કરતા નજરે પડે છે.

 

‘હું અહીં છું’ ફેસબુક પર અપલોડ કર્યું. બાકી મોદીનું નામ અને પ્રદેશ નેતાના કામથી ચૂંટણી જીતાય ને ?


Related News

Loading...
Advertisement