પોર્ટલેન્ડ:
અમેરિકામાં પ્રમુખપદે જો બાઈડનની શપથવિધિ સમયે જ મોરગનના પોર્ટલેન્ડમાં ટ્રમ્પના સમર્થકોએ અહી ડેમોક્રેટીક વડાની ઓફીસમાં તોડફોડ કરી હતી. દેખાવકારો પોલીસ અને ફાસીવાદી નરસહાર વિરોધી સૂત્રો પોંકારતા હતા. જયારે સીએટલમાં ટ્રમ્પના અનેક ટેકેદારો એકત્ર થયા હતા અને કેટલીક ઈમારતોને નુકશાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો જેમાં પોલીસે આ ટેકેદારોની ધરપકડ કરી હતી.પોલીસે આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે તેઓ આ પ્રકારના દંગા-તોફાન કરવા માટે જાણીતા છે.ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ બ્લેક લાઈટસ મેટર સહિતના સમયે જે કાળા બ્લેક પીપલની હત્યા થઈ હતી તેનો વિરોધ કરી રહ્યા છે.આ કટ્ટરવાદીએ બાઈડન ન જોઈએ પોલીસ ન જોઈએ સિમા ખત્મ કરો વિ. સૂત્રો પોકારતા હતા.